‘રામાયણ’ની મજાક ઉડાવતાં રાઇટ વિન્ગ દ્વારા દિલ્હી હાઈ કોર્ટમાં પિટિશન
આદિપુરુષ ફિલ્મ પોસ્ટર
દિલ્હી હાઈ કોર્ટમાં ગઈ કાલે રાઇટ વિન્ગ દ્વારા પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (પીઆઇએલ) ફાઇલ કરવામાં આવી હતી. આ ફિલ્મને ઓમ રાઉત દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે જેમાં પ્રભાસે રામ, ક્રિતી સૅનને સીતા અને સૈફ અલી ખાને રાવણનાં પાત્ર ભજવ્યાં છે. ‘હિન્દુ સેના’ના પ્રેસિડન્ટ વિષ્ણુ ગુપ્તા દ્વારા સિનેમૅટોગ્રાફ ઍક્ટ ઑફ 1952 હેઠળ ફિલ્મને જે સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે એને ચૅલેન્જ કર્યું છે. તેમણે ડિરેક્ટર અને પ્રોડ્યુસર્સને આંટીમાં લીધા છે. આ ફિલ્મ દ્વારા હિન્દુઓની લાગણી દુભાઈ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. તેમ જ મહારિશી વાલ્મીકિ અને સંત તુલસીદાસે રામને જે રીતે દર્શાવ્યા છે એની વિરુદ્ધ ફિલ્મમાં દર્શાવ્યા હોવાનું કહેવામાં આવ્યું છે. રાવણ અને હનુમાનનાં પાત્ર ફિલ્મમાં જે રીતે દર્શાવવામાં આવ્યાં છે એ એકદમ અલગ છે. સૈફ અલી ખાનનો લુક પણ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યો છે. રામાનંદ સાગરની ‘રામાયણ’માં આ પાત્રો ભજવનાર ઍક્ટર્સ દ્વારા ફિલ્મની ટીકા કરવામાં આવી છે. હેરસ્ટાઇલ, દાઢી, મૂછ અને ડ્રેસિંગ મૅનર દરેકમાં વાંધો હોવાનું આ પિટિશનમાં કહેવામાં આવ્યું છે. તેમણે આ વાંધાજનક દૃશ્યોને કાઢવા માટે અપીલ કરી છે. આ દૃશ્યો હવે કેવી રીતે કાઢવા અને કાઢે તો આખી ફિલ્મ થિયેટર્સમાંથી કાઢવી પડે એમ છે. જોકે હવે કોર્ટ શું ચુકાદો આપે છે એ જોવું રહ્યું.