Celebs New Year Holiday: સેલિબ્રિટી કપલ્સ નીકળ્યા ન્યૂ-યરની પાર્ટી કરવા
તસવીર સૌજન્ય - જાગરણ
2020ની વિદાય અને 2021ના સ્વાગતનો સમય આખરે આવી જ ગયા. કોરોના વાઈરસ પેન્ડેમિકના કારણે નવા વર્ષની ધૂમ પહેલા જેવી જોવા નથી મળી રહી, પરંતુ 2020 જે રીતે પસાર થઈ ગયો છે, તમામ પ્રતિબંધો હોવા છતાં, નવા વર્ષને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ નજર આવી રહ્યો છે. કેટલાક બૉલીવુડ સેલેબ્સે નવું વર્ષ ઉજવવાનું નક્કી કર્યું છે, ત્યારે કેટલાક એવા પણ છે, જે દેશની બહાર નવા વર્ષનું સ્વાગત કરશે. કોરોના વાઈરસ રોગચાળાને જોતા મુબઈમાં અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી
બુધવારે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. પાપારાઝી મુજબ સિદ્ધાર્થ અને કિયારા નવા વર્ષનું સ્વાગત માલદીવ્સમાં કરશે. બન્ને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ગયા વર્ષે પણ સિદ્ધાર્થ અને કિયારાએ નવા વર્ષની રજા આફ્રિકામાં ઉજવી હતી. સિદ્ધાર્થ અને કિયારા કારગિલ વૉર હીરો પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન વિક્રમ બત્રાની બાયૉપિકમાં સાથે આવી રહ્યા છે.
ઈશાન ખટ્ટર-અનન્યા પાન્ડે
આ વર્ષે ખાલી પીલીમાં સાથે નજર આવેલા ઈશાન ખટ્ટર અને અનન્યા પાન્ડે નવા વર્ષની ઉજવણી માલદીવ્સમાં ઉજવશે. બન્નેને મુંબઈ એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવ્યા હતા. બન્ને કેટરિના કૈફની ક્રિસમસ પાર્ટીમાં પણ સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા.
View this post on Instagram
View this post on Instagram
ટાઇગર શ્રોફ-દિશા પટણી
ટાઈગર શ્રોફ અને દિશા પટણી શનિવારે જ રજાની મજા માણવા નીકળી ગયા છે. બન્ને ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો પોસ્ટ કરી રહ્યા છે, જોકે લોકેશનનો ખુલાસો કર્યો નથી. ટાઈગર અને દિશા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે, જાહેરમાં બન્નેના રિલેશનશિપને લઈને કમેન્ટ કરવાની બચતા રહ્યા છે.
View this post on Instagram
મલાઈકા અરોરા - અર્જુન કપૂર
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ગોવામાં નવા વર્ષની રજા માણી રહ્યા છે, ત્યાં મલાઇકાની બહેન અમૃતા પણ છે અને કરણ જોહર પણ બુધવારે પહોંચ્યા હતા. મલાઈકા સતત તસવીરો દ્વારા અપડેટ્સ આપી રહી છે.
રણવીર સિંહ-દીપિકા પાદુકોણ
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ રાજસ્થાનમાં છે. તેઓને મુંબઈ અને જયપુર એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવ્યા હતા. રણવીર અને દીપિકા આ વખતે નવા વર્ષનું ત્યાં જ સ્વાગત કરશે. પદ્માવત દ્વારા બન્નેનો આ રાજ્ય સાથે ગાઢ સંબંધ પણ રહ્યો છે.
રણબીર કપૂર- આલિયા ભટ્ટ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ રાજસ્થાન પહોંચ્યા છે. મુંબઈથી પ્રાઈવેટ પ્લેન દ્વારા તેમણે જયપુર સુધીનો સફર કર્યો છે. માતા નીતૂ કપૂર પણ સાથે જ છે. નીતૂ કપૂર થોડા દિવસ પહેલા કોવિડ-19નો શિકાર થઈ હતી.
આ સિવાય એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી નવા વર્ષનું સ્વાગત ધર્મશાળામાં કરશે. આમિર ખાન પોતાના પરિવાર સાથે લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરવા માટે ગુજરાતમાં ગીર નેશનલ પાર્ક ગયા હતા. રિપોર્ટ્સ અનુસાર આમિર ખાન નવા વર્ષનું સ્વાગત ત્યાં જ કરી શકે છે.

