Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અજયની `થેંક ગોડ` ફિલ્મ પર કેમ ઉઠ્યા સવાલ? મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ

અજયની `થેંક ગોડ` ફિલ્મ પર કેમ ઉઠ્યા સવાલ? મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ

Published : 12 October, 2022 02:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પિટિશનમાં થિયેટર, ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ થેંક ગોડની રિલીઝ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી હતી.

થેંક ગોડ ફિલ્મ પોસ્ટર

થેંક ગોડ ફિલ્મ પોસ્ટર


ફિલ્મ `થેંક ગોડ` (Thak God)નો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. શ્રી ચિત્રગુપ્તા વેલફેર ટ્રસ્ટે અજય દેવગન (Ajay devgn), સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને રકુલપ્રીત (Rakul Preet Singh)અભિનીત `થેંક ગોડ`ની રિલીઝ પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પિટિશનમાં થિયેટર, ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ થેંક ગોડની રિલીઝ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી હતી. શ્રી ચિત્રગુપ્ત વેલફેર ટ્રસ્ટની આ અરજીમાં અભિનેતા અજય દેવગન, CBFC, નિર્દેશક ઈન્દ્ર કુમાર, નિર્માતા ભૂષણ કુમારને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.


અરજીમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાં ભગવાન ચિત્રગુપ્તનું અપમાન કરવામાં આવ્યું છે. ભગવાન ચિત્રગુપ્તના અપમાનથી કાયસ્થ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી હતી. નોંધપાત્ર રીતે, કાયસ્થ સમાજ ભગવાન ચિત્રગુપ્તની પૂજા કરે છે.કાયસ્થ સમાજ ભગવાન ચિત્રગુપ્તનું અપમાન સહન કરી શકતો નથી. ફિલ્મ રિલીઝ થવાથી દેશની શાંતિ અને સૌહાર્દને અસર થઈ શકે છે અને અરાજકતા ફેલાઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2022 02:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK