લોકો થિયેટર્સમાં ફિલ્મો જોવા માટે આતુર છે: અનિલ કપૂર
અનિલ કપૂર
અનિલ કપૂરનું માનવું છે કે લોકો થિયેટર્સમાં ફિલ્મો જોવા માટે આતુર છે. તેને આશા છે કે આવનાર વર્ષ સૌ માટે સારું નીવડશે. તે હાલમાં ‘AK Vs AK’માં અનુરાગ કશ્યપ સાથે જોવા મળશે. ફિલ્મોના પર્ફોર્મન્સ વિશે અનિલ કપૂરે કહ્યું હતું કે ‘લોકોને જ્યારે તમારી ફિલ્મો અને પર્ફોર્મન્સ ગમે તો તમને સારું લાગે છે. એથી હું ખુશ છું કે લોકોને ફિલ્મ ગમે છે. એવી કેટલીક ફિલ્મો છે જે બિગ સ્ક્રીન માટે જ બનાવવામાં આવે છે. આ વર્ષે મારી અમુક ફિલ્મો રિલીઝ થવાની છે. એથી મને આશા છે કે લોકો થિયેટર્સમાં ફિલ્મો જોવા જશે. મને પૂરી ખાતરી છે કે લોકો પણ થિયેટર્સમાં ફિલ્મો જોવા માટે ઉત્સાહિત છે.’

