આ અગાઉ સંગ્રામ સિંહ અને પાયલ રોહતગીએ આગરાના પ્રાચીન રાજેશ્વર મહાદેવ મંદિરમાં સહપરિવાર પૂજાઅર્ચના કરી હતી
પાયલ રોહતગી અને સંગ્રામ સિંહ
પાયલ રોહતગી અને આંતરરાષ્ટ્રીય રેસલર સંગ્રામ સિંહ આગરામાં લગ્નના બંધનમાં બંધાઈ ગયાં છે. સેલિબ્રિટી કપલે તેમના ડેસ્ટિનેશન વેડિંગ માટે આગરા શહેરને પસંદ કર્યું હતું. અહીં જ બન્નેએ લગ્નના સાત ફેરા ફર્યા અને લગ્નની તમામ વિધિ પૂરી કરી હતી. આ અગાઉ સંગ્રામ સિંહ અને પાયલ રોહતગીએ આગરાના પ્રાચીન રાજેશ્વર મહાદેવ મંદિરમાં સહપરિવાર પૂજાઅર્ચના કરી હતી. સાથે જ ત્યાંની એક હોટેલમાં જ મેંદી અને સંગીત સેરેમની યોજવામાં આવી હતી. સંગ્રામ અને પાયલના ફૅન્સ તેમનાં લગ્નથી ખુશ થઈ ગયા છે. સંગીતની વિધિ દરમ્યાન પ્રસંગમાં હાજર તમામ લોકોએ ખૂબ ડાન્સ કર્યો હતો. લગ્ન બાદ સંગ્રામ સિંહે કહ્યું કે ‘પાયલ સાથે છેલ્લા દોઢ દાયકાથી સંબંધ હતો, જે હવે જન્મોજન્મ માટે જોડાઈ ગયો છે. પાયલ સાથે લગ્ન કરીને હું ખૂબ ખુશ છું.’