Paris Olympic 2024: ઉલ્લેખનીય છે ઓપનિંગ સેરેમનીને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના માલિક ઈલૉન મસ્કે પણ ટીકા કરી હતી.
કંગના રનૌત અને તેણે પોસ્ટ કરેલી તસવીર (સૌજન્ય: સોશિયલ મીડિયા)
અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી ભારતીય જનતા પાર્ટી (BJP) ની સાંસદ કંગના રનૌત મંગળવારે પૅરિસ ઑલિમ્પિકના (Paris Olympic 2024) વિવાદાસ્પદ ઉદ્ઘાટન સમારોહ પર બાબતે ચિંતા વ્યક્ત કર્યા નિવેદન આપ્યું હતું. કંગનાએ ઑલિમ્પિકની ઓપનિંગ સેરેમનીની તસવીરો તેના ઇનસ્ટાગ્રામની સ્ટોરી પર મૂકીને "અતિ લૈંગિક, નિંદાકારક" કૃત્યો એવું કહીને તેની તરીકે ટીકા કરી હતી. આ પોસ્ટ સાથે કંગનાએ ડાબેરીઓ (લેફ્ટ વિંગ) પર પણ નિશાન સાધ્યું હતું. ઉલ્લેખનીય છે ઓપનિંગ સેરેમનીને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના માલિક ઈલૉન મસ્કે પણ ટીકા કરી હતી.
પોતાના બેફામ અને નીડર નિવેદનો આપવા માટે જાણીતી ‘પંગા ક્વીન’ કંગના રનૌતે (Paris Olympic 2024) તેની ઇનસ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે “પૅરિસ ઑલિમ્પિક તેમના ધ લાસ્ટ સપરના હાઇપર- સેક્શુઅલાઈઝ્ડ, નિંદાત્મક પ્રસ્તુતિમાં બાળકનો સમાવેશ કરવા બદલ ચર્ચામાં છે. પ્રદર્શન દરમિયાન એક દેખીતી બાળક ડ્રેગ ક્વીન્સમાં બેસેલી જોઈ શકાય છે. તેઓએ એક નગ્ન માણસને પણ બતાવ્યો હતો જેમાં ઈસુના રૂપમાં વાદળી રંગ દોરવામાં આવ્યો હતો અને ખ્રિસ્તી ધર્મની મજાક ઉડાવી હતી. ડાબેરીઓએ ઑલિમ્પિક્સ 2024ને સંપૂર્ણપણે હાઇજેક કરી લીધું જે શરમજનક છે."
ADVERTISEMENT
કંગનાએ તણી ઇનસ્ટાગ્રામ સ્ટોરી પર વાદળી રંગથી રંગાયેલા આ વ્યક્તિનો ફોટો પોસ્ટ (Paris Olympic 2024) કર્યો હતો. કંગનાએ આગળ ટિપ્પણી કરી કે, " પૅરિસમાં ઑલિમ્પિકના ઉદ્ઘાટન વખતે નગ્ન શરીરે ખ્રિસ્તે પેઇન્ટ કર્યો હતો." બીજી પોસ્ટમાં કંગનાએ ટિપ્પણી કરી, "ફ્રાન્સે 2024 ઑલિમ્પિક માટે વિશ્વને આ રીતે આવકાર્યું... તેઓ શું સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે? શેતાનની દુનિયામાં આપનું સ્વાગત છે? શું આ તેમનો ઇરાદો છે? ઑલિમ્પિક્સની શરૂઆત સમલૈંગિકતાને પ્રોત્સાહન આપવા વિશે હતી. હું સમલૈંગિકતાની વિરુદ્ધ નથી, પરંતુ મને સમજાતું નથી કે ઑલિમ્પિક્સ કોઈપણ જાતીયતા સાથે કેવી રીતે જોડાયેલ છે. શા માટે વૈશ્વિક ઇવેન્ટ છે. સેક્સની ચર્ચાઓ દ્વારા માનવ ઉત્કૃષ્ટતાની ઉજવણી શા માટે એક ખાનગી બાબત નથી રહી શકતી, આ વિચિત્ર છે?, એમ કંગનાએ સેરેમનીના પર્ફોર્મન્સનો કોલાજ શૅર કરીને કેપ્શનમાં લખ્યું હતું.
આ ટિપ્પણીઓને અનેક લોકોએ સપોર્ટ કર્યો અને તેમણે કહ્યું કે આ પ્રદર્શન ખ્રિસ્તીઓનું અપમાન (Paris Olympic 2024) છે. જો કે, પૅરિસ ઑલિમ્પિક્સના આયોજકો કે કલાકારોએ પુષ્ટિ કરી નથી કે તેમનું કાર્ય ‘ધ લાસ્ટ સપર’નું પ્રસ્તુતિ હતું. દરમિયાન, ઈલૉન મસ્કે પણ આ પ્રદર્શનને "ખ્રિસ્તીઓ માટે અત્યંત અપમાનજનક" ગણાવ્યું હતું. આ સાથે લેડી ગાગાના પર્ફોર્મન્સ પર પણ ગુસ્સે ભરાયેલા નેટીઝન્સને તેને "ફ્રેન્ચ ધ્વજ પર શૌચ કરવા સમાન" ગણાવ્યું હતું.