પરિણીતી ચોપરાની ફિલ્મ 'સાઈના'નું ટીઝર રિલીઝ, અભિનેત્રીનો સ્પોર્ટી અંદાજ
પરિણીતી ચોપરા
બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરાની બેડમિન્ટન ચેમ્પિયન સાઈના નેહવાલની બાયોપિક ફિલ્મ 'સાઈના'નું ટીઝર આજે રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં પરિણીતી ચોપરાનો સ્પોર્ટી અંદાજ જોવા મળ્યો છે. અભિનેત્રીના કરિયરની આ પ્રથમ સ્પોર્ટસ ફિલ્મ છે.
'સાઈના'ના ટીઝરની શરૂઆતમાં લિંગ ભેદભાવનો મુદ્દો બતાવવામાં આવ્યો છે. પરિણીતીના વોઈસઓવરમાં કહેવામાં આવ્યું છે કે, ‘દેશમાં સવા સો કરોડની વસતીમાં અડધી મહિલાઓ છે, પરંતુ યુવકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને યુવતીઓનું જીવન રસોડામાં શરૂ થઈને લગ્નમાં પૂરું થઈ જાય છે. ટીઝરમાં સાઈનાની ઉપલબ્ધિઓના વિઝ્યુઅલ્સને હાઈલાઈટ કરવામાં આવ્યા છે’.
ADVERTISEMENT
અહીં જુઓ 'સાઈના'નું ટીઝર:
ટીઝર શૅર કરીને પરિણીતી ચોપરાએ કૅપ્શન આપ્યું છે કે, 'ટૂંક સમયમાં ટ્રેલર રિલીઝ કરવામાં આવશે'.
View this post on Instagram
આ ફિલ્મને અમોલ ગુપ્તેએ ડિરેક્ટ કરી છે. પરિણીતી ચોપરા સિવાય આ ફિલ્મમાં માનવ કૌલ કોચ પી ગોપીચંદના રોલમાં જોવા મળશે. ફિલ્મ 26 માર્ચે રિલીઝ થશે.

