Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પરિણીતિ બહુ જલદી જશે લંડન

પરિણીતિ બહુ જલદી જશે લંડન

02 May, 2024 05:38 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પતિ રાઘવની ત્યાં આંખની સર્જરી થઈ છે

પરિણીતિ ચોપડા અને પતિ રાઘવ ચઢ્ઢાની તસવીર

પરિણીતિ ચોપડા અને પતિ રાઘવ ચઢ્ઢાની તસવીર


પરિણીતિ ચોપડા તેના પતિ રાઘવ ચઢ્ઢા પાસે બહુ જલદી લંડન જવાની છે એવી ચર્ચા છે. આમ આદમી પાર્ટીના નેતા રાઘવ સાથે પરિણીતિએ ગયા વર્ષે ઉદયપુરમાં સપ્ટેમ્બરમાં લગ્ન કર્યાં હતાં. રાઘવની આંખમાં કૉમ્પ્લીકેશન આવ્યાં હોવાથી તેણે લંડનમાં આંખની સર્જરી કરાવી છે. તેણે સમયસર સર્જરી ન કરાવી હોત તો તેને દેખાતું બંધ થઈ ગયું હોત. તે હાલમાં રિકવર થઈ રહ્યો છે. ડૉક્ટરે તેને તડકામાં બહાર જવાની ના પાડી છે તેમ જ ડૉક્ટરની સલાહ વગર તે ભારત પાછો ફરી શકે એમ નથી. રાઘવના ચેકઅપ દરમ્યાન પરિણીતિ તમામ અપડેટ રાખી રહી હતી. જોકે તે તેની ‘અમર સિંહ ચમકીલા’ના પ્રમોશનમાં વ્યસ્ત હોવાથી રાઘવને સમય નહોતી આપી શકી. તે હવે બહુ જલદી રાઘવ પાસે લંડન જવાની છે અને તે તેને ભારત લઈને જ પાછી આવશે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 05:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK