તાજેતરમાં જ પરિણીતીએ જાહેર કર્યું હતું કે તે જલદી જ પર્ફોર્મ કરવાની છે. તેણે ૨૦૧૭માં આવેલી ફિલ્મ ‘મેરી પ્યારી બિંદુ’માં ‘માના કે હમ યાર નહીં’ ગીત ગાયું હતું.
પરીનીતિ ચોપરા
પરિણીતી ચોપડા ટૂંક સમયમાં સ્ટેજ પર સિન્ગિંગ પર્ફોર્મન્સ આપવાની છે. તાજેતરમાં જ પરિણીતીએ જાહેર કર્યું હતું કે તે જલદી જ પર્ફોર્મ કરવાની છે. તેણે ૨૦૧૭માં આવેલી ફિલ્મ ‘મેરી પ્યારી બિંદુ’માં ‘માના કે હમ યાર નહીં’ ગીત ગાયું હતું. તેણે ૨૦૧૧ની ફિલ્મ ‘લેડીઝ વર્સસ વિકી બહલ’ દ્વારા ઍક્ટિંગની શરૂઆત કરી હતી. હવે તે સિન્ગિંગમાં કરીઅર બનાવવા તરફ આગળ વધી રહી છે. આ વર્ષે તે તેના ફૅન્સ માટે ઘણુંબધું લાવવાની છે. પોચાની મ્યુઝિકલ જર્ની માટે તે ખૂબ એક્સાઇટેડ છે. એની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરી હતી. હવે તેણે ફરીથી ગીત ગાતો વિડિયો મૉન્ટાશ શૅર કર્યો છે. એના બૅકગ્રાઉન્ડમાં નુસરત ફતેહ અલી ખાનનું ‘સાંસોં કી માલા’ સંભળાઈ રહ્યું છે. આ વિડિયો મૉન્ટાશને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પરિણીતીએ કૅપ્શન આપી હતી, જલદી જ મારા દિલથી સ્ટેજ સુધી.