પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસ (Pankaj Udhas Death)નું 72 વર્ષની વયે નિધન થયું છે. મંગળવારે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંકજ ઉધાસ ઘણા સમયથી બીમાર હતા
પંકજ ઉધાસની ફાઇલ તસવીર
પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસ (Pankaj Udhas Death)નું 72 વર્ષની વયે નિધન થયું છે. મંગળવારે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંકજ ઉધાસ ઘણા સમયથી બીમાર હતા. થોડા સમય પહેલા તેમને સ્વાદુપિંડનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. પંકજ ઉધાસે (Pankaj Udhas Death) `ચિઠ્ઠી આયી હૈ`, `ચાંદી જૈસે રંગ હૈ તેરા` અને `ના કજરે કી ધાર` જેવા અનેક અદ્ભુત ગીતોને પોતાનો અવાજ આપ્યો હતો. પ્રખ્યાત ગાયક અનૂપ જલોટા (Anup Jalota) પણ પંકજ ઉધાસના અંતિમ સંસ્કારમાં આવ્યા હતા અને અશ્રુભીની આંખો સાથે તેમના નજીકના મિત્રને વિદાય આપી હતી.