સેન્સર બોર્ડ પોતાના આ ફેંસલાને રીકન્સિડર કરે એવી ઇચ્છા પંકજ િત્રપાઠીની છે. આ ફિલ્મ ખાસ કરીને ટીનેજર્સ માટે બનાવવામાં આવી છે. સેક્સ એજ્યુકેશનની જરૂરિયાત પર આ ફિલ્મમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે.
‘OMG 2’ને આપેલા A સર્ટિફિકેટ પર સેન્સર બોર્ડ ફરી વિચાર કરે એવી ઇચ્છા છે પંકજ ત્રિપાઠીની
અક્ષયકુમારની ‘OMG 2’ને અપાયેલા A સર્ટિફિકેટને કારણે ફિલ્મના કલાકારો નારાજ છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ લીડ રોલમાં છે. સેન્સર બોર્ડ પોતાના આ ફેંસલાને રીકન્સિડર કરે એવી ઇચ્છા પંકજ િત્રપાઠીની છે. આ ફિલ્મ ખાસ કરીને ટીનેજર્સ માટે બનાવવામાં આવી છે. સેક્સ એજ્યુકેશનની જરૂરિયાત પર આ ફિલ્મમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. એવામાં A સર્ટિફિકેટને કારણે આ ફિલ્મ ૧૮ વર્ષની નીચેની ઉંમરનાં બાળકો નહીં જોઈ શકે. પંકજ િત્રપાઠીને પૂછવામાં આવ્યું હતું કે શું સેન્સર બોર્ડે પોતાના આ ફેંસલા પર ફરી વિચાર કરવો જોઈએ? એનો જવાબ આપતાં પંકજ િત્રપાઠીએ કહ્યું કે ‘ચોક્કસ લાગે છે. હું તો આગ્રહ અને નિવેદન કરું છું કે એને રીકન્સિડર કરવામાં આવે જેથી જે વયનાં બાળકોને આ ફિલ્મ જોવાની છે તેઓ જોઈ શકે. આ માત્ર આવક માટે નથી કહેતો કે એનાથી કલેક્શન વધશે. એટલા માટે કહું છું કે ફિલ્મમાં જે ઉંમરનાં બાળકો માટે મેસેજ આપવામાં આવ્યો છે તે પરિવાર પોતાનાં બાળકો સાથે આ ફિલ્મ જુએ તો અમારો જે ઉદ્દેશ છે એ પૂરો થઈ જશે. આવક તો એક ભાગ છે કે જેનાથી ૪ ટિકિટ વેચાશે, પરંતુ અગત્યનું છે કે પેરન્ટ્સ અને બાળકો વચ્ચે જે અંતર છે એ દૂર થાય અને એ વિષય પર ચર્ચા થાય. બાળકની શું સમસ્યા છે એ તેના પેરન્ટ્સને ખબર હોવી જોઈએ. તેમને વૈજ્ઞાનિક ઢબે આ બાબત શીખવાડવી જોઈએ. તો આ સમસ્યા દૂર થશે. હું આ માધ્યમથી વિનંતી કરુ છું કે સેન્સર બોર્ડ એ દિશામાં રીકન્સિડર કરે. A સર્ટિફિકેટ મળતાં અમને નિરાશા થઈ હતી.’