‘OMG 2’ને A સર્ટિફિકેટ મળતાં પંકજ ત્રિપાઠી નારાજ થયા છે. તેમના મુજબ A સર્ટિફિકેટને કારણે કેટલાક લોકો આ ફિલ્મ જોવા નહીં જાય. આ ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં અક્ષયકુમાર અને યામી ગૌતમ પણ લીડ રોલમાં છે.
પંકજ ત્રિપાઠી
‘OMG 2’ને A સર્ટિફિકેટ મળતાં પંકજ ત્રિપાઠી નારાજ થયા છે. તેમના મુજબ A સર્ટિફિકેટને કારણે કેટલાક લોકો આ ફિલ્મ જોવા નહીં જાય. આ ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં અક્ષયકુમાર અને યામી ગૌતમ પણ લીડ રોલમાં છે. ફિલ્મને A સર્ટિફિકેટ મળતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું કે ‘અમારી ફિલ્મને જ્યારે A સર્ટિફિકેટ મળ્યું તો અમે ચોંકી ગયા. અમે જ્યારે ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ બનાવતા હતા ત્યારે અમે જાણતા હતા કે ફિલ્મને A સર્ટિફિકેટ મળશે. જોકે જ્યારે ‘OMG 2’ બનાવતા હતા તો વિચાર્યું નહોતું કે ફિલ્મને આવું રેટિંગ મળશે. આ ફિલ્મને A સર્ટિફિકેટ મળવું અમારા માટે સરપ્રાઇઝ હતું. થોડું દુ:ખ થયું કે ૧૨-૧૭ વયવર્ગના લોકોએ આ ફિલ્મ જોવી જોઈએ તે જોઈ નહીં શકે. મને એવું લાગે છે કે U/A અને Aની કૅટેગરીની વચ્ચે કાંઈક તો હોવું જોઈએ. જે પ્રકારે સેન્સર સિનેમૅટોગ્રાફ બિલને ઍક્ટમાં લઈ આવી ઠીક એ રીતે તેઓ સેન્સર સર્ટિફિકેશનમાં થોડાં પરિવર્તન લાવે. અફસોસ એ વાતનો છે કે જેમણે આ ફિલ્મ જોવી જોઈએ તેઓ આ ફિલ્મ નહીં જોઈ શકે.’