શાહરુખ પર પ્રહાર કરતાં મહનૂરે કહ્યું કે ‘શાહરુખ ખાનની પર્સનાલિટી સારી છે, પરંતુ જો બ્યુટી પૅરામીટર્સ પર તેને આંકશો અને હૅન્ડસમની વ્યાખ્યા જોશો તો તે એમાં બંધબેસતો નથી.
મહનૂર બલોચ
પાકિસ્તાનની ઍક્ટ્રેસ મહનૂર બલોચે શાહરુખ ખાનના લુક્સ અને તેની ઍક્ટિંગ સ્કિલ પર સવાલ કર્યા હતા. એને જોતાં શાહરુખના ફૅન્સે એ ઍક્ટ્રેસની ખૂબ નિંદા કરી છે. એક ચૅટ શોમાં મહનૂર બ્યુટી સ્ટાન્ડર્ડ્સ વિશે કહી રહી છે. એ દરમ્યાન શાહરુખ પર પ્રહાર કરતાં મહનૂરે કહ્યું કે ‘શાહરુખ ખાનની પર્સનાલિટી સારી છે, પરંતુ જો બ્યુટી પૅરામીટર્સ પર તેને આંકશો અને હૅન્ડસમની વ્યાખ્યા જોશો તો તે એમાં બંધબેસતો નથી. મારો વિચાર એવો છે કે શાહરુખ ખાનને ઍક્ટિંગ નથી આવડતી. મને એવું લાગે છે કે તે ગ્રેટ બિઝનેસમૅન છે. તે જાણે છે કે પોતાનું માર્કેટિંગ કઈ રીતે કરવું.’
તેનો આ વિડિયો વાઇરલ થતાં શાહરુખના ફૅન્સને આ વાત પસંદ નથી પડી અને લોકોએ તેની ઝાટકણી કાઢવાનું શરૂ કરી દીધું હતું. સોશ્યલ મીડિયામાં લોકો વિવિધ કમેન્ટ્સ કરી રહ્યા છે. એકે લખ્યું કે ‘હા, શાહરુખે તારા દેશમાં ખૂબ સારી રીતે પોતાનું માર્કેટિંગ કર્યું છે. તેની એક ઝલક જોવા માટે તમારા દેશની યુવતીઓ લાઇનમાં ઊભી રહી જાય છે. તારા જ ઘરની મહિલાઓને પૂછજે. તેઓ તને સારો જવાબ આપશે.’
ADVERTISEMENT
તો અન્યએ કમેન્ટ કરી કે પ્લાસ્ટિક કા ડબ્બા મહનૂર શાહરુખ પે કમેન્ટ કરેગી.
તો અન્ય એક ફૅને લખ્યું કે ‘આખું વિશ્વ શાહરુખને ઓળખે છે, તું કોણ છે?’