બૉલિવૂડ ક્વીન કંગના રણોત હાલ પોતાની ફિલ્મ ચંદ્રમુખી-2ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. જેમાં એક્ટ્રેસના લુકના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાની એક્ટ્રેસનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
કંગના રણોત (ફાઈલ તસવીર)
બૉલિવૂડ ક્વીન કંગના રણોત હાલ પોતાની ફિલ્મ ચંદ્રમુખી-2ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. જેમાં એક્ટ્રેસના લુકના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાની એક્ટ્રેસનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જેમાં પાકિસ્તાની એક્ટ્રેસ નૌશીન શાહ કંગના રણોતને ચેતવણી આપતી જોવા મળી રહી છે. એટલું જ નહીં તેણે તો કંગના રણોતને થપ્પડ મારવાની પણ વાત કરી છે. નૌશીનનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
ADVERTISEMENT
નૌશીન શાહે કંગનાને લઈને કહી આ વાત
હકીકતે તાજેતરમાં જ નૌશીન શાહે એક ચેટ શૉ `હદ કર દી આપને`માં પહોંચી હતી. આ દરમિયાન તેમણે કહ્યું, "તે બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રણોતને એકવાર મળવા માગે છે. તો શૉના હોસ્ટે જ્યારે તેને આનું કારણ પૂછ્યું તો એક્ટ્રેસે ચોંકાવનારો જવાબ આપ્યો. નૌશીને કહ્યું કે,"એક મહિલા છે, જેને હું મળવા માગું છું, અને તે છે કંગના રણોત. અલ્લાહ કરે એવું થઈ જાય. હું તેને બે થપ્પડ મારીશ."
એક્ટ્રેસે આગળ કહ્યું કે, "કંગના રણોત જે રીતે મારા દેશ વિશે ખરાબ વાતો કહે છે. પાકિસ્તાનની આર્મીને લઈને શિટી કોમેન્ટ કરે છે. તેની આ જુર્રતને સલામ છે, નૉલેજ શૂન્ય છે. પણ બીજાના દેશ વિશે વાત કરે છે. પોતાના દેશ પર ધ્યાન આપો ભાઈ. તમારી ફિલ્મો જુઓ. પોતાની કૉન્ટ્રોવર્સી અને એક્સ બૉયફ્રેન્ડ પર ધ્યાન આપો. હું ખરેખર આ મહિલાને મળીને તેને પૂછવા માગું છું તે તને અમારા દેશ અને અમારી આર્મી વિશે કેવી રીતે ખબર છે?"
કોણ છે નૌશીન શાહ
જણાવવાનું કે નૌશીન શાહ એક પાકિસ્તાની એક્ટ્રેસ છે. તેને `પાની જૈસા પિયાર`, `દુઆ ઔર હમ`, "ટીવી કી રિહાઈ" જેવી સીરિયલ્સ માટે ઓળખવામાં આવે છે. નૌશીન એક એક્ટ્રેસ હોવા સિવાય એક જાણીતી મૉડલ પણ છે.
કંગના રણોતના વર્કફ્રન્ટની વાત કરીએ તો કંગના ટૂંક સમયમાં જ ફિલ્મ `ઈમરજન્સી`માં દેશની પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવતી જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન કંગના રણોતે પોતે જ કર્યું છે. આમાં કંગના સિવાય અનુપમ ખેર, મહિમા ચૌધરી, વિશાલ નાયર અને શ્રેયસ તલપડે પણ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. આ સિવાય કંગના `તેજસ`ને લઈને પણ ચર્ચામાં છે.
ઉલ્લેખનીય છે કે કંગના રણોતે તાજેતરમાં નિવેદન જાહેર કર્યું હતું. હાલ ભારતમાં જે ઈન્ડિયા ધેટ ઈઝ ભારતને લઈને સતત ચર્ચાઓ ઉગ્ર છે તે મામલે પણ ભારતનું સમર્થન કર્યું હતું. આ સિવાય કંગનાની ફિલ્મ ચંદ્રમુખી 2નું ટ્રેલર પણ રિલીઝ થયું છે અને હાલ અભિનેત્રી ચંદ્રમુખી 2ના પ્રમોશનમાં વ્યસ્ત છે.