નસીરુદ્દીન શાહ નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાના સ્ટ઼ુડન્ટ હતા.
નસીરુદ્દીન શાહ
નસીરુદ્દીન શાહનું કહેવું છે કે ઓવર-કૉન્ફિડન્સના કારણે એક ઍક્ટર તરીકેનો તેમનો વિકાસ અટકી ગયો હતો. તેઓ નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાના સ્ટ઼ુડન્ટ હતા. એ દરમ્યાન તેમની મુલાકાત ઓમ પુરી સાથે થઈ હતી. તેઓ અલીગઢ યુનિવર્સિટીમાં સ્ટેજ પરના હીરો હતા. ત્રણ વર્ષ બાદ જ્યારે નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાંથી તેઓ બહાર આવ્યા તો નસીરુદ્દીન શાહને એહસાસ થયો કે ઓમ પુરી એક ઍક્ટર તરીકે નિખરી ગયા છે. એ વિશે નસીરુદ્દીન શાહે કહ્યું કે ‘હું વીસ વર્ષનો હતો જ્યારે મેં નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં પ્રવેશ કર્યો હતો. એ વખતે મારામાં વધારે પડતો આત્મવિશ્વાસ આવી ગયો હતો. આવા વર્તનને કારણે જ મને ‘હૅમલેટ’માં રોલ ન મળ્યો. મને એહસાસ થયો કે હું તો ત્યાંનો ત્યાં જ છું જ્યાંથી મેં શરૂઆત કરી હતી. નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં આવીને હું શું શીખ્યો? હવે હું શું કરીશ? મારું ઘર કેવી રીતે ચલાવીશ? જોકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવતાંની સાથે ધીમે-ધીમે મારું વર્તન પણ બદલાઈ ગયું હતું.’