અભિનેતા સતીશ કૌશિકનું નિધન થયું ત્યારે તેમની દીકરી વંશિકાએ એક પત્ર લખ્યો હતો. અત્યાર સુધી કોઈ નહોતું જાણતું કે તેણીએ પત્રમાં શું લખ્યું હતું. પિતાની જન્મ જયંતિ (Satish Kaushik Birthday) પર વંશિકાએ પત્રમાં લખેલા શબ્દો સંભળાવ્યા, જાણો શું કહ્યું?
સતીશ કૌશિક અને તેમની પુત્રી વંશિકા
બૉલિવૂડના પીઢ અભિનેતા-દિગ્દર્શક સતીશ કૌશિકનું ગત મહિને હાર્ટ એટેકથી અવસાન (Satish Kaushik)થયું હતું. તેમના આકસ્મિક અવસાનથી સૌને આઘાત લાગ્યો હતો. બીજી તરફ, દિવંગત અભિનેતાના પરિવાર અને મિત્રોએ મુંબઈમાં ગત રોજ એટલે કે 13 એપ્રિલના રોજ તેમની જન્મજયંતિ(Satish Kaushik Birth Anniversary)ની ઉજવણી કરી હતી. સતીશના નજીકના મિત્ર અનુપમ ખેર (Anupam Kher)અને તેની પત્ની શશી, 10 વર્ષની પુત્રી વંશિકા અને અન્ય નજીકના મિત્ર અનિલ કપૂર (Anil Kapoor)દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. 13 એપ્રિલની એ ભાવુક સાંજે તમામ લોકો સતીશ કોશિકની યાદોમાં તરબોળ થયા હતાં.
આ દરમિયાન બધાએ સતીશ કૌશિક સાથે વિતાવેલા સંસ્મરણો વાગોળ્યા હતાં. અભિનેતાની પુત્રી વંશિકાએ તેના પિતાની જન્મજયંતિ પર એક પત્ર વાંચ્યો જે તેણે તેના અંતિમ સંસ્કાર સમયે તેના પિતા માટે લખ્યો હતો. વંશિકાના આ પત્રથી સૌની આંખો ભીની થઈ ગઈ.
ADVERTISEMENT
સતીશની જન્મજયંતિના કાર્યક્રમમાં દીકરી વંશિકાએ પત્ર વાંચ્યો
ઉલ્લેખનીય છે કે સતીશ કૌશિકનું 9 માર્ચે ગુરુગ્રામમાં નિધન થયું હતું અને તેમના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવ્યા હતા. જ્યારે અભિનેતાના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તેમની પુત્રી વંશિકાએ તેમના માટે એક પત્ર લખ્યો હતો. મૃતદેહની સાથે આ પત્રનો પણ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. તે જ સમયે, અનુપમે વંશિકાને પૂછ્યું કે તેણીએ તે પત્રમાં શું લખ્યું છે અને વંશિકાએ જવાબ આપ્યો હતો કે તે યોગ્ય સમયે વાંચશે. ગત રોજ સાંજે સતીશ કૌશિકના નજીકના મિત્રો તેમની જન્મ જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા, આ પ્રસંગે વંશિકાએ ફોન પરથી સ્ટેજ પર લેટરની લીધેલી તસવીર પરથી પત્ર વાંચ્યો હતો.
View this post on Instagram
આ પણ વાંચો:આ છે સતીશ કૌશિકની આગામી ફિલ્મોનું લિસ્ટ, કંગનાની ઈમરજન્સી પણ છે સામેલ
વંશિકાએ તેના પત્રમાં લખ્યું છે કે હું તમારા વિના નહીં રહી શકું
સતીશ કૌશિકની જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં 10 વર્ષની દિકરી વંશિકાએ તેના પિતાને લખેલો તેનો પત્ર વાંચ્યો, "હેલો પપ્પા, હું જાણું છું કે તમે હવે નથી પણ હું ઈચ્છું છું કે તમે આ જાણી લો કે હું હંમેશા તમારી સાથે રહીશ, તમારા મિત્રોએ મને મજબૂત બનવાનું શીખવ્યું પણ હું તમારા વિના જીવી શકતી નથી. હું તમને ખૂબ જ યાદ કરું છું. જો મને ખબર હોત કે આવું થવાનું છે, તો મેં સ્કુલ છોડીને તમારી સાથે સમય પસાર કર્યો હોત. હું તમને યાદ કરું છું. હું ઈચ્છું છું કે હું તમને એકવાર ગળે લગાવી શકું. તમે હજી પણ મારા હૃદયમાં છો, હું ઈચ્છું છું કે જેમ આપણે ફિલ્મોમાં જોઈએ છીએ એમ કોઈ ચમત્કાર થાય અને તમે જીવત થાવ."
આ પણ વાંચો: સતીશ કૌશિકનું મર્ડર થયું?
વંશિકાના પ્રેમાળ અને લાગણીશીલ પત્રથી ત્યાં હાજર દરેકની આંખમાં આંસુ આવી ગયા હતાં. તેણીએ આગળ લખ્યું, "મને ખબર નથી કે જ્યારે હું મારું હોમવર્ક નહીં કરું ત્યારે મને મમ્મીની વઢથી કોણ બચાવશે. મને હવે શાળાએ જવાનું મન થતું નથી. ખબર નથી મારા મિત્રો શું કહેશે. જો તેઓ મારી મજાક ઉડાવે તો શું થશે." કૃપા કરીને દરરોજ મારા સપનામાં આવો. મેં તમારી પૂજા કરી છે અને હું ઈચ્છું છું કે તમે સ્વર્ગમાં રહો અને રોલ્સ રોયસ, ફેરારી અને લેમ્બોર્ગિની સાથે મોટી હવેલીમાં સુખી જીવન જીવો. તમે ખૂબ સારો ખોરાક ખાઓ. 90 વર્ષમાં ફરી મળીશું. કૃપા કરીને ફરીથી જન્મ ન લો. હું તમને 90 વર્ષમાં મળીશ. કૃપા કરીને મને યાદ કરો, હું તમને હંમેશા યાદ કરીશ. વિશ્વના મારા શ્રેષ્ઠ પિતા હતા."
View this post on Instagram
વંશિકાએ તેના પિતા સાથેની યાદો વાગોળી
કાર્યક્રમમાં અનુપમે વંશિકાને તેના પિતા સાથે વિતાવેલી તેની પ્રિય યાદો વિશે પૂછ્યું હતું. આ અંગે વંશિકાએ કહ્યું, "જ્યારે મારો મૂડ સારો ન હોય ત્યારે તે કહેતા કે વંશિકા શું તારે JW મેરિયટ સાથે લંચ ડેટ પર જવું છે? અને પછી તે મને ત્યાં લઈ જતા. તે મને હસાવતા, મારા માટે ડાન્સ કરતા અને રમુજી હરકતો કરતા. જ્યારે મા મને હોમ વર્ક માટે ઠપકો આપતી ત્યારે તે છૂપી રીતે મારું ગણિતનું હોમવર્ક કરાવતા.
અનુપમ અને સતીશના અન્ય મિત્રોએ વંશિકા અને તેની પત્ની શશીને ખાતરી આપી છે કે તેઓ હંમેશા તેમની સાથે રહેશે. અનુપમે વંશિકા પાસેથી વચન પણ લીધું છે કે તે દરરોજ સાંજે તેને ફોન કરશે. ભાવનાત્મક આ કાર્યક્રમમાં જાવેદ અખ્તર, નીના ગુપ્તા, અરમાન મલિક, સોનાલી બેન્દ્રે નાદિરા બબ્બર જેવી હસ્તીઓએ સતીશ કૌશિક સાથેની યાદો વાગોળી તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.