બેસ્ટ ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મની કૅટેગરી માટે આવેલી ૮૫ એન્ટ્રીમાંથી યુનાઇટેડ કિંગડમની હિન્દી ફિલ્મ સંતોષ ટૉપ 15માં પહોંચી ગઈ
ફિલ્મનો સીન
ઑસ્કર અવૉર્ડ્સની બેસ્ટ ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મની કૅટેગરી માટે યુનાઇટેડ કિંગડમ દ્વારા મોકલવામાં આવેલી હિન્દી ફિલ્મ ‘સંતોષ’ યુનાઇટેડ કિંગડમ, ભારત, જર્મની અને ફ્રાન્સની કંપનીઓ દ્વારા મળીને બનાવવામાં આવેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં બૉલીવુડની અભિનેત્રી શહાના ગોસ્વામી છે. આ ફિલ્મમાં ઉત્તર પ્રદેશની વાર્તા છે અને શહાના એમાં હાલમાં જ વિધવા થયેલી એવી હાઉસવાઇફનો રોલ ભજવે છે જેને પોતાના સદ્ગત પતિની પોલીસ-કૉન્સ્ટેબલ તરીકેની નોકરી મળે છે. પોલીસની નોકરીમાં જોડાયા પછી તે એક દલિત છોકરીના મર્ડરની તપાસના વિવાદમાં ફસાઈ જાય છે એની આસપાસ ફિલ્મની વાર્તા ફરે છે. ફિલ્મમાં વર્ણભેદ, જાતિભેદ, અસહિષ્ણુતા જેવા મુદ્દાઓ છે.