જોકે બેસ્ટ ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મની કૅટેગરી માટે આવેલી ૮૫ એન્ટ્રીમાંથી યુનાઇટેડ કિંગડમની હિન્દી ફિલ્મ સંતોષ ટૉપ 15માં પહોંચી ગઈ
ફિલ્મનું પોસ્ટર
ઑસ્કર અવૉર્ડ્સ માટે ભારતે બેસ્ટ ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મની કૅટેગરી માટે મોકલાવેલી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ રેસમાંથી આઉટ થઈ ગઈ છે, પણ ધરપતની વાત એ છે કે યુનાઇટેડ કિંગડમ દ્વારા આ કૅટેગરી માટે મોકલવામાં આવેલી હિન્દી ફિલ્મ ‘સંતોષ’ આગળના રાઉન્ડમાં પહોંચી ગઈ છે.
આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા બનાવવામાં આવેલી અને આમિરની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવે ડિરેક્ટ કરેલી ‘લાપતા લેડીઝ’ શૉર્ટલિસ્ટ થયેલી ૧૫ ફિલ્મોમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગઈ છે એવી જાહેરાત ઑસ્કર અવૉર્ડ્સના આયોજકો દ્વારા ગઈ કાલે કરવામાં આવી હતી. હવે જે ૧૫ ફિલ્મો મેદાનમાં છે એમાંથી પાંચ ફિલ્મો ફાઇનલ રાઉન્ડ માટે નૉમિનેટ થશે. આ પાંચ ફિલ્મોનાં નામની જાહેરાત ૧૭ જાન્યુઆરીએ થશે.
ADVERTISEMENT
બેસ્ટ ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મની કૅટેગરી માટે કુલ ૮૫ દેશો-પ્રાંતોએ પોતાની એન્ટ્રી મોકલી હતી.