Oscar Awards 2025: કિરણ રાવની ફિલ્મ `લાપતા લેડીઝ`ને ઓસ્કાર 2025 માટે ભારતમાંથી પસંદ કરવામાં આવી છે તેમ જ આ ફિલ્મને આમિર ખાને પ્રોડ્યુસ કરી છે.
કલ્કિ 2898 એડી, એનિમલને પછાડી આમિર ખાનની આ ફિલ્મની ઑસ્કર એવોર્ડ્સ માટે પસંદગી
ઑસ્કર એવોર્ડ્સ 2025 (Oscar Awards 2025) માટે કેટેગરી માટે ફિલ્મોને મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભારતમાંથી ગયા વર્ષે ફિલ્મો ગઈ હતી જેમાં બે ફિલ્મે એવોર્ડ મેળવ્યો હતો. તેમ જ આ વર્ષે પણ ભારત તરફથી એક ખાસ ફિલ્મને ઑસ્કર માટે મોકલવામાં આવી છે. તે ફિલ્મ છે `લાપતા લેડીઝ` જે એકેડમી એવોર્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
કિરણ રાવની ફિલ્મ `લાપતા લેડીઝ`ને ઓસ્કાર 2025 માટે ભારતમાંથી પસંદ કરવામાં આવી છે. ભારત સરકારે 29 ફિલ્મોની યાદીમાં `લાપતા લેડીઝ` (Oscar Awards 2025) પણ મોકલી હતી. ફિલ્મ ફેડરેશને સોમવારે આ અંગે જાહેરાત કરી હતી. આ ફિલ્મ રણબીર કપૂરની `એનિમલ`, કાર્તિક આર્યનની `ચંદુ ચેમ્પિયન`, પ્રભાસની `કલ્કી 2898 એડી`, મલયાલમ ફિલ્મ `આતમ`, રાજકુમાર રાવની `શ્રીકાંત` જેવી ફિલ્મો સાથે સ્પર્ધા કરી રહી હતી અને હવે આખરે તેને ઓસ્કારની યાદીમાં સ્થાન મળ્યું છે. આમિર ખાન પ્રોડક્શનની આ ફિલ્મે તેની અનોખી સ્ટોરી વડે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
ADVERTISEMENT
આ વર્ષે નિર્માતાઓએ 29 ફિલ્મો મોકલી હતી, જેમાં હનુ-માન, કલ્કી, એનિમલ, ચંદુ ચેમ્પિયન, સામ બહાદુર, સ્વાતંત્ર્ય વીર સાવરકર, (Oscar Awards 2025) ગુડ લક, ઘરત ગણપતિ, મેદાન, જોરમ, કોટ્ટુકાલી, જામા, આર્ટિકલ 370, અત્તમ, આદુજીવિથમ, અને ઓલ વી ઈમેજિન ઈઝ લાઇટ હતી. જ્યુરી અનુસાર, લાપતા લેડીઝ સાથે થંગાલન, વાઝાઈ, ઉલ્લોઝુક્કુ અને શ્રીકાંત પણ હતી. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ રવિ કોટ્ટારકારાએ જ્યુરી સભ્યોનો મીડિયા સમક્ષ પરિચય કરાવ્યો હતો. ફિલ્મ નિર્માતા જાહનુ બરુઆ જ્યુરીના અધ્યક્ષ હતા.
ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા (FFI) એ સોમવારે પુષ્ટિ કરી છે કે કિરણ રાવ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ `લાપતા લેડીઝ` ઓસ્કર 2025 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી છે. આમિર ખાન અને કિરણ રાવ (Oscar Awards 2025) દ્વારા સહ-નિર્મિત, આ ફિલ્મને તેની અનોખી વાર્તાને કારણે પ્રેક્ષકો અને વિવેચકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.
ગયા વર્ષે, જુડ એન્થોની જોસેફની ફિલ્મ `2018` હતી, જે 96માં એકેડેમી એવોર્ડ્સની (Oscar Awards 2025) શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવી શકી ન હતી. જોકે, 95મી વખત ભારતનું પ્રદર્શન વધુ સારું રહ્યું કારણ કે એસએસ રાજામૌલીની ફિલ્મ `RRR`ના ગીત `નાટુ નાટુ`ને શ્રેષ્ઠ ગીત માટેનો ઓસ્કાર મળ્યો હતો. કાર્તિકી ગોન્સાલ્વિસ અને ગુનીત મોંગાની ડોક્યુમેન્ટ્રી `ધ એલિફન્ટ વિસ્પર્સ`ને બેસ્ટ ડોક્યુમેન્ટરીનો એવોર્ડ મળ્યો હતો. શૌનક સેનની `ઓલ ધેટ બ્રેથ્સ`ને પણ બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.
જ્યોતિ દેશપાંડે, પ્રમુખ, મીડિયા અને સામગ્રી વ્યવસાય, RILએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, `ઓસ્કર માટે ભારતની એન્ટ્રી તરીકે લાપતા લેડીઝની પસંદગી એ મેક ઇન ઇન્ડિયાને દર્શાવવાની શ્રેષ્ઠ તક છે અને દુનિયા અમારા વિઝન અને પ્રતિબદ્ધતાનો સાચો પુરાવો છે. ફિલ્મને પહેલાથી જ વિશ્વભરના દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે. OTT પર (Oscar Awards 2025) વિશ્વભરમાં સૌથી વધુ જોવાયેલી ફિલ્મોમાંની એક... જિયો સ્ટુડિયો વૈશ્વિક મંચ પર ભારતને ગૌરવ અપાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરશે અને હું આ સન્માન અને વિશેષાધિકાર માટે ભારતીય ફિલ્મ ફેડરેશનનો આભાર માનું છું. ઓસ્કરના શોર્ટલિસ્ટમાં સામેલ થનાર છેલ્લી ભારતીય ફીચર ફિલ્મ આમિર ખાન-આશુતોષ ગોવારીકરની `લગાન` (2001) હતી, જે 74મા એકેડેમી એવોર્ડ્સમાં `નો મેન્સ લેન્ડ` સામે હારી ગઈ હતી. તમે નેટફ્લિક્સ પર Jio સ્ટુડિયોની લાપતા લેડીઝ જોઈ શકો છો.