શૉર્ટ ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ `ધ એલિફન્ટ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ`એ બેસ્ટ ડૉકયુમેન્ટ્રીનો એવૉર્ડ જીત્યા બાદ RRR ફિલ્મે પણ ઑસ્કર 2023(Oscar 20230) ડંકો વગાડ્યો છે. ફિલ્મના નાટુ નાટુ(Naatu Naatu Song) ગીતે આ એવૉડ જીતી બધાને નાચતા કરી દીધા છે...
આરઆરઆર ફિલ્મ નાટુ નાટુ સોન્ગ દ્રશ્ય
ઑસ્કર 2023 (Oscar 20230)માં ફરી ભારતનો ડંકો વાગ્યો છે. શૉર્ટ ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ `ધ એલિફન્ટ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ`એ બેસ્ટ ડૉકયુમેન્ટ્રીનો એવૉર્ડ જીત્યા બાદ RRR ફિલ્મે પણ આ સિદ્ધિ હાંસિલ કરી છે. આરઆરઆર ફિલ્મના નાટુ નાટુ(Naatu Naatu Song)ગીતે બેસ્ટ ઑરિજિનલ સ્કોર કેટેગરીમાં એવૉર્ડ સિદ્ધ કર્યો છે.
નાટુ-નાટુએ 95મી એકેડેમીમાં `ટેલ ઈટ લાઈક અ વુમન`, `હોલ્ડ માય હેન્ડ ફ્રોમ ટોપ ગન: મેવેરિક`, `લિફ્ટ મી અપ ફ્રોમ બ્લેક પેન્થર: વાકાંડા ફોરેવર` અને `ધીસ ઈઝ અ લાઈફ ફ્રોમ એવરીથિંગ` જેવા ગીતોને પછાડી આ જીત પોતાને નામ કરી છે. પહેલા ગોલ્ડન ગ્લોબ અને હવે ઑસ્કર જીતવો ભારત માટે ખુબ જ ગર્વની વાત છે.
ADVERTISEMENT
શું બોલ્યા એમએમ કીરવાની?
#NaatuNaatu wins the #Oscar for best Original Song ?#SSRajamouli & team has done it???
— Abhi (@abhi_is_online) March 13, 2023
Indian Cinema on the Rise ? !! #RRRMovie | #AcademyAwards | pic.twitter.com/VG7zXFhnJe
સ્ટેજ પર એવૉર્ડ ગ્રહણ કર્યા બાદ એમએમ કીરવાનીએ ગીત ગોઈને સ્પીચ આપી હતી. તેમણે કહ્યું કે આને સંભવ બનાવવા માટે આભાર. તેમણે પોતાની સ્પીચમાં ફિલ્મ સાથે સંકળાયેલા લોકોથી લઈ પરિવારનો આભાર માન્યો હતો. કીરવાની જ્યારે સ્પીચ આપી રહ્યાં હતાં ત્યારે તેમના ચહેરા પર ઉમંગ છલકાતો હતો, જ્યારે કે તેમને જોઈ દીપિકાના ચહેરા પર પણ સ્મિત હતું.
અભિનેત્રી દીપિકા પાદુકોણે સ્થળ પર ઉપસ્થિત લોકો માટે ગીતનો પરિચય કરાવ્યા પછી ગીતે પ્રદર્શનનું સ્વરૂપ લીધું હતું.
#Watch |
— Mid Day (@mid_day) March 13, 2023
Actor Deepika Padukone announces ‘Naatu Naatu’ live performance at the #Oscars #Oscar2023 #Oscars2023 #Oscars95 #DeepikaAtOscars #DeepikaPadukone #NaatuNaatuForOscars #NaatuNaatuSong @deepikapadukone @tarak9999 @AlwaysRamCharan @ssrajamouli pic.twitter.com/hYhq5z53yn
‘ગોલ્ડન ગ્લોબ્સ અવૉર્ડ્સ’માં પણ એસ. એસ. રાજામૌલીની ‘RRR’ છવાઈ ગઈ હતી. ફિલ્મના ‘નાટુ નાટુ’ ગીતને બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. એથી દેશભરના લોકોમાં ભારે ઉત્સાહ હતો. ત્યારે હવે ફરી જશ્નનો માહોલ છે. આ ફિલ્મને એમ. એમ. કીરાવાનીએ મ્યુઝિક આપ્યું છે. ગીતના લિરિક્સ ચન્દ્રબૉસે લખ્યા છે.