એક સ્ટારે સુશાંતનું કરીઅર ખતમ કરવાની ધમકી આપી હતી:વિવેક અગ્નિહોત્રી
વિવેક અગ્નિહોત્રી
ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીએ દાવો કર્યો છે કે એક વખત એક સ્ટારે સુશાંતસિંહ રાજપૂતની કરીઅરને ખતમ કરી નાખવાની ધમકી આપી હતી. સુશાંતના સુસાઇડ બાદ દરરોજ કંઈ ને કંઈ સમાચારમાં વાંચવા અને જોવા મળે છે. તેના કેસની કમાન સીબીઆઇને સોંપવામાં આવી છે. સુશાંતને લઈને ટ્વિટર પર વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું હતું, ‘એક વખત ફાર્મહાઉસમાં સુશાંતનો એક સ્ટાર સાથે ઝઘડો થયો હતો. એ ઍક્ટરને પણ એક સ્ટારે જ લૉન્ચ કર્યો હતો. ત્યાર બાદ એ સ્ટારે ગુસ્સામાં આવીને અન્યની જેમ સુશાંતની કરીઅરને પણ ખતમ કરવાની ધમકી આપી હતી. રિયા તો માત્ર એક મુખવટો છે. મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર પાવરફુલ લોકોને બચાવી
રહી છે.’

