તબુએ કહ્યું હતું કે ‘ફીને લઈને જે તફાવત છે એ વિશે દરેક વ્યક્તિ મહિલાને સવાલ કરશે
તબુ
હીરો અને હિરોઇન વચ્ચે ફીના તફાવત વિશે સવાલ કરવામાં આવતાં તબુને ગુસ્સો આવ્યો હતો. તે અજય દેવગન સાથે ‘ઔરોં મેં કહાં દમ થા’માં જોવા મળી રહી છે. બૉલીવુડમાં હીરોને જંગી ફી આપવામાં આવે છે, પરંતુ એની સરખામણીમાં હિરોઇનને ખૂબ જ ઓછા પૈસા આપવામાં આવે છે. આ વિશે પૂછતાં તબુએ કહ્યું હતું કે ‘ફીને લઈને જે તફાવત છે એ વિશે દરેક વ્યક્તિ મહિલાને સવાલ કરશે. જોકે તમે મને કેમ આ સવાલ કરી રહ્યા છો? એ વ્યક્તિને કેમ સવાલ નથી કરતા જે હીરોને વધુ પૈસા ચૂકવી રહી છે? તેમ જ હીરોને કેમ એવો સવાલ નથી કરવામાં આવતો કે તેમને કેમ વધારે પૈસા આપવામાં આવી રહ્યા છે? કઈ વસ્તુ કેવી રીતે પૂછવામાં આવે એનાથી પણ ફરક પડે છે.’