વૅલેન્ટાઇન્સ ડે નિમિત્તે પશુઓ પ્રતિ પ્રેમ વ્યક્ત કરવા વિનંતી કરી સોનુએ
વૅલેન્ટાઇન્સ ડે નિમિત્તે પશુઓ પ્રતિ પ્રેમ વ્યક્ત કરવા વિનંતી કરી સોનુએ
સોનુ સૂદે આ વૅલેન્ટાઇન્સ ડે નિમિત્તે લોકોને અપીલ કરી છે કે તેઓ પશુઓ પ્રતિ પણ લાગણી અને પ્રેમ દર્શાવે. સોનુ સૂદને PETA એટલે કે પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સે ૨૦૨૦માં ભારતનો હૉટેસ્ટ વેજિટેરિયન જાહેર કર્યો છે. ૨૦૨૦માં સોનુ સૂદે લોકકલ્યાણનાં જે કાર્યો કર્યાં છે એ તો જગજાહેર છે. સોનુ સૂદ હવે અન્ય સ્ટાર્સ જેવા કે અનુષ્કા શર્મા, શાહિદ કપૂર, હેમા માલિની અને આર. માધવન સાથે મળીને મીટ-ફ્રી મીલ્સને પ્રમોટ કરી રહ્યો છે. લોકોને અપીલ કરતાં સોનુ સૂદે કહ્યું હતું કે ‘વૅલેન્ટાઇન્સ ડે નિમિત્તે હું દરેકને વિનંતી કરવા માગું છું કે મરઘીઓ, ગાય, ભેંસ, બકરા, ડુક્કર અને માછલીઓ પ્રતિ પણ પ્રેમ દેખાડો. કરુણાથી વધુ સારી વસ્તુ ન હોઈ શકે. આપણે સૌએ પશુઓ, આપણા ગ્રહ અને આપણા શરીર પ્રત્યે ઉદારતા દેખાડી આપણી પ્લેટ્સમાંથી પશુઓને દૂર રાખવાં જોઈએ.’

