બર્થ-ડેના દિવસે ટાઇગરે જાહેર કરી હીરોપંતી 2ની રિલીઝ-ડેટ
બર્થ-ડેના દિવસે ટાઇગરે જાહેર કરી હીરોપંતી 2ની રિલીઝ-ડેટ
મુંબઈ : (આઇ.એ.એન.એસ.) ટાઇગર શ્રોફે તેના જન્મદિવસે તેની ‘હીરોપંતી 2’ની રિલીઝ-ડેટ જાહેર કરી છે. ગઈ કાલે ટાઇગરે ૩૧મો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. તેની પહેલી ફિલ્મ ‘હીરોપંતી’ની સીક્વલ ‘હીરોપંતી 2’ને હવે ત્રણ ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે. સાજિદ નડિયાદવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મમાં તારા સુતરિયા લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતાં ટાઇગરે કૅપ્શન આપી હતી કે ‘મારો પહેલો પ્રેમ ઍક્શન, થ્રિલ ફરી આવી રહ્યો છે. એને આપણે ત્રણ ડિસેમ્બરે સિનેમામાં એકસાથે મળીને સેલિબ્રેટ કરીશું.’
હીરોપંતીની સીક્વલ હીરોપંતી 2ને હવે ૩ ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે

