‘બેબી જૉન’એ ભારતમાં પહેલા દિવસે અપેક્ષાથી વિપરીત માત્ર ૧૧.૨૫ કરોડ રૂપિયાનું નેટ બૉક્સ-ઑફિસ કલેક્શન કર્યું
ફિલ્મનો સીન
વરુણ ધવનની નવી ફિલ્મ ‘બેબી જૉન’એ ભારતમાં પહેલા દિવસે અપેક્ષાથી વિપરીત માત્ર ૧૧.૨૫ કરોડ રૂપિયાનું નેટ બૉક્સ-ઑફિસ કલેક્શન કર્યું છે, જ્યારે એની સામે હિન્દી ‘પુષ્પા 2 : ધ રૂલ’એ રિલીઝ થયા પછીના ૨૧મા દિવસે પણ ૧૫.૫૦ કરોડ રૂપિયાનું કલેક્શન કરીને ધમાકો બોલાવ્યો છે. હિન્દી ‘પુષ્પા 2’નું ભારતમાં કુલ કલેક્શન બુધવારે ૭૩૧.૨૫ કરોડ રૂપિયા થઈ ગયું હતું.