અક્ષયના ઘણા મિત્રોએ આ નવા પોસ્ટરને “હર હર મહાદેવ” કોમેન્ટ લખીને ઉત્સાહથી વધાવી લીધું હતું. એક ચાહકે લખ્યું હતું કે, “આપ આયે ઓર હમ ના આયે.. યે થોડીના કોઈ બાત હૈ સર (તમે આવો અને ના આવીએ એવું ક્યારેય ના બને)
ઓહ માય ગોડ 2 પોસ્ટર, તસવીર સૌજન્ય : ટ્વિટર
અક્ષય કુમારે પોતાની આવનારી ફિલ્મ ‘ઓહ માય ગૉડ 2’નું નવું પોસ્ટર શેર કર્યું છે. તે સાથે તેણે ફિલ્મની રીલીઝ ડેટ પણ જાહેર કરી છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમગૃહોમાં આવવાની છે. ફિલ્મમાં આ અભિનેતા ભગવાન શિવના ગેટઅપમાં જોવા મળે છે, તેના ચહેરા પર ભભૂત જોવા મળે છે. ઉપરાંત તેના પહેરવેશની વાત કરીએ તો તેણે ધોતી પહેરેલી છે, તેના ગળામાં મણકાનો હાર છે અને સ્પોર્ટ ડ્રેડલોક તેના ઘૂંટણ સુધી પહોંચેલા જોવા મળે છે.
ફિલ્મના પોસ્ટરને શેર કરતાં અક્ષયે લખ્યું કે, "આ રહે હૈં હમ, આયેગા આપ ભી (અમે આવી રહ્યા છીએ, તમે પણ અમારી સાથે જોડાઓ) 11 ઓગસ્ટ. થિયેટરોમાં. OMG 2." આ ફિલ્મમાં ફિમેલની મુખ્ય ભૂમિકા યામી ગૌતમે ભજવી છે. તેણે પણ ડેટ અનાઉન્સમેન્ટ પોસ્ટર શેર કર્યું છે.
ADVERTISEMENT
અક્ષયના ઘણા મિત્રોએ આ નવા પોસ્ટરને “હર હર મહાદેવ” કોમેન્ટ લખીને ઉત્સાહથી વધાવી લીધું હતું. એક ચાહકે લખ્યું હતું કે, “આપ આયે ઓર હમ ના આયે.. યે થોડીના કોઈ બાત હૈ સર (તમે આવો અને ના આવીએ એવું ક્યારેય ના બને) વળી એવી પણ કમેન્ટ જોવા મળી છે કે, “ભાઈ યે પક્કા બ્લોકબસ્ટર હોગી..” (ખરેખર આ ફિલ્મ બ્લોકબસ્ટર હશે) OMG 2નું સની દેઓલ અને અમીષા પટેલની આગામી ફિલ્મ ગદર 2: ધ કથા કન્ટીન્યુસ સાથે ક્લેશ થવાની સંભાવના છે. આ 2001ની ઓરિજિનલ ગદરઃ એક પ્રેમ કથાની સિક્વલ છે.
અક્ષયે 2021માં શિવ તરીકેનો પોતાનો પહેલો લુક શેર કર્યો હતો, પરંતુ કોવિડ-19 મહામારીને કારણે આ ફિલ્મ વિલંબમાં પડી હતી. અભિનેતાએ શિવ તરીકે દર્શાવતા તેના આ પોસ્ટરને શેર કરતા, લખ્યું હતું, "`કર્તા કરે ના કર સકે, શિવ કરે સો હોય (કોઈ કરી શકતા નથી, તે શિવ કરી શકે છે) OMG 2 માટે તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓની જરૂર છે, જે એક મહત્વપૂર્ણ સામાજિક મુદ્દા પર પ્રતિબિંબિત કરવાનો અમારો પ્રામાણિક અને નમ્ર પ્રયાસ છે. આદિયોગીની શાશ્વત ઊર્જા આ યાત્રામાં આપણને આશીર્વાદ આપે. હર હર મહાદેવ."
અક્ષયે ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરની મુલાકાત લીધાના થોડાક જ અઠવાડિયા પછી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. તે ઉપરથી એવું લાગી રહ્યું છે કે અક્ષય તે રાજ્યમાં ફિલ્મના કેટલાક પાર્ટનું શૂટિંગ કરી રહ્યો છે. પહાડો પર પોતાના હેલિકોપ્ટરની સવારીનો એક વીડિયો શેર કરતા તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, "દેવભૂમિ ઉત્તરાખંડમાં શૂટિંગનું સૌભાગ્ય!! શ્રી બદ્રીનાથ ધામના રસ્તે. એકદમ અદ્ભુત. શબ્દો નથી. જય બદ્રી વિશાલ!"
આ પણ વાંચો: આલિયા અને રણબીર બનશે રામ અને સીતા?
એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મ ભારતીય એજ્યુકેશન સિસ્ટમ પર આધારિત હશે અને પરીક્ષાના ભાર તેમ જ કોલેજમાં પ્રવેશ જેવા વિષયો પર આધારિત હશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને યામી ગૌતમની સાથે પંકજ ત્રિપાઠીએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે.