આ ફિલ્મનું ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે એની વિઝ્યુઅલ ઇફેક્ટ્સને લઈને ખૂબ જ ટ્રોલ થઈ હતી.
‘આદિપુરુષ’ માટે મન્નત માગવા વૈષ્ણોદેવી ગયા ઓમ રાઉત અને ભૂષણ કુમાર
‘આદિપુરુષ’ માટે મન્નત માગવા માટે ડિરેક્ટર ઓમ રાઉત અને પ્રોડ્યુસર ભૂષણ કુમાર વૈષ્ણોદેવી ગયા છે. આ ફિલ્મમાં પ્રભાસ, સૈફ અલી ખાન અને ક્રિતી સૅનને કામ કર્યું છે. આ ફિલ્મનું ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે એની વિઝ્યુઅલ ઇફેક્ટ્સને લઈને ખૂબ જ ટ્રોલ થઈ હતી. આ ફિલ્મની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ પર કામ કરવા માટે એને લંબાવવામાં આવી હતી અને ફિલ્મ હવે ૧૬ જૂને રિલીઝ થઈ રહી છે. વૈષ્ણોદેવી માતામાં ગુલશન કુમારને ખૂબ જ શ્રદ્ધા હતી. આથી આ ફિલ્મ સારી રહે એવી મન્નત માગવા માટે ભૂષણ કુમાર ફિલ્મના ડિરેક્ટર સાથે વૈષ્ણોદેવી ગયા છે. અહીંથી તેઓ ફિલ્મનું પ્રમોશન કરવાનું કૅમ્પેન પણ શરૂ કરી રહ્યા છે.