નુસરત ભરૂચાને એ વાતનું દુ:ખ છે કે તેને ‘ડ્રીમ ગર્લ 2’માં કામ કરવાની તક નથી મળી.
નુસરત ભરુચા
નુસરત ભરૂચાને એ વાતનું દુ:ખ છે કે તેને ‘ડ્રીમ ગર્લ 2’માં કામ કરવાની તક નથી મળી. આ ફિલ્મનો પહેલો પાર્ટ ૨૦૧૯માં આવ્યો હતો. એ ફિલ્મમાં કામ કરવાની તેને ખૂબ મજા આવી હતી. જોકે હવે એની સીક્વલમાં તેના સ્થાને અનન્યા પાન્ડેને લેવામાં આવી છે. આ ફિલ્મ પચીસ ઑગસ્ટે રિલીઝ થવાની છે. એ વિશે નુસરતે કહ્યું કે ‘હું ‘ડ્રીમ ગર્લ’ના પહેલા પાર્ટમાં હતી અને મને આખી ટીમ ખૂબ પસંદ પડી હતી. તેમની સાથે કામ કરવાને હું ખૂબ મિસ કરું છું. જોકે તેમણે ‘ડ્રીમ ગર્લ 2’માં મને કેમ કાસ્ટ ન કરી એનો જવાબ તો ટીમના લોકો જ આપી શકે છે. દરેકને પસંદગી અને નિર્ણયો લેવાનો અધિકાર છે. સાથે જ મને પણ નારાજ થવાનો અને એ વિશે બોલવાનો અધિકાર છે. હું ચાહું છું કે મને ફરીથી એ ટીમ સાથે કામ કરવાની તક મળે. જોકે હું તેમને તો ખૂબ મિસ કરું છું.’

