ઉર્વશી ધોળકિયા સાથે કામ કરવાની ખૂબ મજા આવે છે કરુણા પાન્ડે ને,જૅકી ચૅનને ૭૦ વર્ષના યંગ કહીને બર્થ-ડે પર વિશ કર્યું દિશા પાટણીએ
નુશરત ભરૂચા
નુશરત ભરૂચા પાસે સ્ટાઇલિશ શૂઝ અને ચંપલનો ખજાનો છે. લોકોને ડ્રેસ, પર્સ અને મેકઅપનું વિવિધ કલેક્શન જમા કરવાનો શોખ હોય છે. જોકે નુશરતનો શોખ તો ગજબનો જોવા મળ્યો. તેની પાસે લગભગ પચાસથી વધુ ફુટવેઅરનો સંગ્રહ છે. એનો ફોટો તેણે ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો. એમાં સ્નીકર્સ, હાઈ હીલ્સ, શૂઝ અને ટ્રેન્ડી ફુટવેઅરનો સમાવેશ છે.
ઉર્વશી ધોળકિયા સાથે કામ કરવાની ખૂબ મજા આવે છે કરુણા પાન્ડે ને
‘પુષ્પા ઇમ્પૉસિબલ’ સિરિયલ આજે ઘર-ઘરમાં જાણીતી થઈ છે. સબ ટીવી પર આ સિરિયલ સોમવારથી શનિવાર દરમ્યાન રાતે સાડાનવ વાગ્યે ટેલિકાસ્ટ થાય છે. સિરિયલમાં પુષ્પા રાંદેરિયા પટેલના રોલમાં કરુણા પાન્ડે જોવા મળી રહી છે. તાજેતરમાં એ શોમાં ઍડ્વોકેટ દેવી સિંહ શેખાવતના રોલમાં ઉર્વશી ધોળકિયાની એન્ટ્રી થઈ છે. ઉર્વશી સાથે કામ કરવાની મજા આવવાનું કહેતાં ઉત્સાહમાં કરુણા ફન શબ્દ ઉમેરવાનું ભૂલી ગઈ હતી. સિરિયલના એક સીનનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કરુણાએ કૅપ્શન આપી હતી, ‘ઇટ્સ સો મચ ટુ શૂટ વિથ યુ ઉર્વશી ધોળકિયા. લવ યુ.’આ ફોટોને રીશૅર કરીને ઉર્વશીએ કૅપ્શન આપી હતી, ‘હા હા હા કરુણા પાન્ડે, તું ફન શબ્દ લખવાનું ભૂલી ગઈ હતી, પરંતુ હું સમજી ગઈ હતી. મને પણ તારી સાથે કામ કરવાની એટલી જ મજા આવી હતી.’
જૅકી ચૅનને ૭૦ વર્ષના યંગ કહીને બર્થ-ડે પર વિશ કર્યું દિશા પાટણીએજૅકી ચૅનનો ગઈ કાલે બર્થ-ડે હોવાથી દિશા પાટણીએ તેમને ૭૦ વર્ષના યંગ કહ્યા હતા. દિશાએ તેમની સાથે ૨૦૧૭માં આવેલી ફિલ્મ ‘કુંગ ફુ યોગા’માં કામ કર્યું હતું. એ ફિલ્મમાં અસ્મિતાના રોલમાં દિશા જોવા મળી હતી. જૅકી ચૅન સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને દિશાએ કૅપ્શન આપી, ‘૭૦ વર્ષના યંગ. હૅપી બર્થ-ડે મારા સુપરહીરો અને લિવિંગ લેજન્ડ. અમારું બાળપણ યાદગાર બનાવવા માટે તમારો આભાર.’
કાજોલના સ્માઇલ પાછળ શું છે રહસ્ય?
કાજોલ સોશ્યલ મીડિયામાં ખૂબ ઍક્ટિવ રહે છે. તે પોતાની લાઇફની ઝલક શૅર કરે છે. તે હવે ‘સરઝમીન’ અને ‘દો પત્તી’માં જોવા મળવાની છે. તેણે છેલ્લે વેબ-સિરીઝ ‘લસ્ટ સ્ટોરીઝ 2’ અને ‘ધ ટ્રાયલ’માં કામ કર્યું હતું. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાજોલે કૅપ્શન આપી હતી, ‘તમે જ્યારે કોઈ બાબતને કહેતાં પોતાની જાતને ગમેતેટલી અટકાવો, પરંતુ તમારો ચહેરો ઘણુંબધું કહી જાય છે.’

