અજીબ દાસ્તાન્સમાં ફરી સાથે કામ કરશે નુશરત ભરૂચા અને અભિષેક બૅનરજી
નુશરત ભરૂચા અને અભિષેક બૅનરજી
ધર્મા પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવી રહેલી ‘અજીબ દાસ્તાન્સ’માં અભિષેક બૅનરજી અને નુશરત ભરૂચા ફરી એક વાર સાથે કામ કરતાં જોવા મળશે. તેમણે બે વર્ષ પહેલાં આયુષ્માન ખુરાનાની ‘ડ્રીમ ગર્લ’માં સાથે કામ કર્યું હતું. જોકે હવે તેઓ કરણ જોહરની એન્થોલૉજીમાં ફરી સાથે કામ કરશે. તેઓ આ પ્રોજેક્ટમાં પહેલી વાર રોમૅન્સ કરતાં જોવા મળશે. તેઓ બન્ને એકબીજા સાથે કામ કરીને ખૂબ જ ખુશ હતાં. અભિષેક હાલમાં વરુણ ધવન સાથે અરુણાચલ પ્રદેશમાં ‘ભેડિયા’નું શૂટિંગ કરી રહ્યો છે. આ સાથે જ તે ‘રશ્મિ રૉકેટ’ અને ઉમેશ શુક્લાની ‘આંખ મિચોલી’ સાથે પણ તૈયાર છે.

