થાઇલૅન્ડના ટૂરિઝમ ડિપાર્ટમેન્ટે તેને બનાવ્યો બ્રૅન્ડ-ઍમ્બૅસેડર અને ઍડ્વાઇઝર
થાઇલૅન્ડનાં પ્રાઇમ મિનિસ્ટર પેટોન્ગટાર્ન શિનાવાત્રાને પોતાનું પુસ્તક આઇ ઍમ નો મસીહા આપતો સોનુ સૂદ.
છેલ્લા થોડા સમયથી ઍક્ટિંગને બદલે જરૂરિયાતમંદ લોકોને વિવિધ પ્રકારે મદદગાર બનવા બદલ સમાચારોમાં રહેતા સોનુ સૂદને હવે થાઇલૅન્ડ ટૂરિઝમ માટે બ્રૅન્ડ-ઍમ્બૅસેડર અને ઍડ્વાઇઝર બનાવવામાં આવ્યો છે. આ નવા રોલમાં સોનુ સૂદે ભારતીયોમાં ટ્રાવેલ-ડેસ્ટિનેશન તરીકે થાઇલૅન્ડની ઇમેજ વધુ બહેતર બનાવવાની છે. ભારતમાં થાઇલૅન્ડ ટૂરિઝમને કઈ રીતે પ્રમોટ કરવું એ બાબતે સોનુ ત્યાંના પર્યટન વિભાગને માર્કેટિંગનું ગાઇડન્સ પણ આપશે. સોનુએ સોશ્યલ મીડિયા પર આ ન્યુઝ શૅર કરીને લખ્યું હતું કે પરિવાર સાથે મારી પહેલી ઇન્ટરનૅશનલ ટ્રિપ થાઇલૅન્ડની જ હતી.
ભારતીય ટૂરિસ્ટો માટે વીઝા-ફ્રી એન્ટ્રી બેમુદત
ભારતીયો માટે વીઝા-ફ્રી એન્ટ્રીની મુદત ૧૧ નવેમ્બરે એટલે કે આજે પૂરી થવાની હતી, પણ થાઇલૅન્ડે એને હવે એક્સટેન્ડ કરી છે. ભારતીય ટ્રાવેલરો હવે થાઇલૅન્ડમાં વીઝા વગર ૬૦ દિવસ રહી શકે છે અને આ રોકાણ ૩૦ દિવસ માટે વધારવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.