રામચરણ તેની પત્ની ઉપાસના સાથે હાલમાં અમેરિકામાં છે
ફાઇલ તસવીર
રામ ચરણે જાહેર કર્યું છે કે તેનું બાળક ઇન્ડિયામાં જ જન્મ લેશે. રામચરણ તેની પત્ની ઉપાસના સાથે હાલમાં અમેરિકામાં છે. તેઓ ત્યાં ‘RRR’ને વિવિધ અવૉર્ડ્સમાં નૉમિનેશન મળ્યું એ માટે ત્યાં છે. તેમ જ તેઓ ઑસ્કરમાં પણ હાજરી આપશે. જોકે તેની પત્ની ઉપાસના પ્રેગ્નન્ટ હોવાથી એવી ચર્ચા છે કે બાળકનો જન્મ અમેરિકામાં થશે. આ અફવાએ વધુ જોર પકડતાં ઉપાસનાએ ટ્વીટ કર્યું હતું કે ‘મારું પહેલું બેબી મારા દેશ ઇન્ડિયામાં આપણી વર્લ્ડ ક્લાસ મેડિકલ ટીમની હાજરીમાં થશે એને લઈને હું ઉત્સાહી છું. ધ અપોલો હૉસ્પિટલનાં ડૉક્ટર સુમના મનોહર, ડૉક્ટર રૂમા સિંહા અને હવે ‘ગુડ મૉર્નિંગ અમેરિકા’ શોની ડૉક્ટર જેનિફર ઍશ્ટનની હાજરીમાં થશે. અમારી આ મુસાફરી અમારા માટે ઘણા નવા-નવા એક્સ્પીરિયન્સ લઈને આવી છે અને અમારા આ નવા ફેઝ માટે પણ અમે ઉત્સાહી છીએ.’