શાહરુખ સાથે ફિલ્મોમાં કામ ન કરવા વિશે તબુએ કહ્યું...
તબુ
તબુ અને શાહરુખ ખાને ૨૦૦૨માં આવેલી ‘સાથિયા’માં સાથે કામ કર્યું હતું. બાદમાં શાહરુખની ‘મૈં હૂં ના’ અને ‘ઓમ શાંતિ ઓમ’માં તેણે નાનકડી ભૂમિકા ભજવી છે. જોકે ત્યાર બાદ બન્ને કોઈ ફિલ્મમાં સાથે નથી દેખાયાં. એ વિશે પૂછવામાં આવતાં તબુ કહે છે, ‘હું પ્રોડ્યુસર નથી, હું ડિરેક્ટર નથી, ન તો હું સ્ક્રિપ્ટ-રાઇટર છું જે નક્કી કરે કે શાહરુખ ખાન કોની સાથે કામ કરશે, કઈ ફિલ્મ બનવાની છે અને મને કઈ ફિલ્મ ઑફર કરવામાં આવશે. હું માત્ર હા કે ના કહી શકું છું. જોકે મારે એ વાતનું સન્માન કરવું જોઈએ કે અનેક લોકો મને શાહરુખ સાથે જોવા માગે છે. આ બાબતને હું અવગણી ન શકું.’