હું મુંબઈમાં વધુ સુરક્ષિત અનુભવું છું. મને એ જાણ નથી કે દિલ્હીની સ્થિતિમાં સુધારો થયો છે કે નહીં, પરંતુ મને ત્યાં સલામત નથી લાગતું. એના માટે કોઈ વિશેષ કારણ ન જણાવી શકું.
સાન્યા મલ્હોત્રા
સાન્યા મલ્હોત્રાનું કહેવું છે કે તેને દિલ્હીમાં નહીં પરંતુ મુંબઈમાં વધુ સલામતી લાગે છે. તેનું એમ પણ કહેવું છે કે દિલ્હીમાં એક પણ મહિલા એવી નહીં હોય જે છેડતીનો શિકાર ન બની હોય. સાન્યા પોતે જ મૂળ દિલ્હીની છે. તેણે ગયા વર્ષે મુંબઈના જુહુમાં આલિશાન મકાન ખરીદ્યું હતું. સાન્યાએ ‘દંગલ’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. મુંબઈની પ્રશંસા કરતાં સાન્યાએ કહ્યું કે ‘હું મૂળ તો દિલ્હીની છું, પરંતુ દિલ્હીના બદલે મુંબઈને પસંદ કરવાનું પણ મારું ખાસ કારણ છે. હું મુંબઈમાં વધુ સુરક્ષિત અનુભવું છું. મને એ જાણ નથી કે દિલ્હીની સ્થિતિમાં સુધારો થયો છે કે નહીં, પરંતુ મને ત્યાં સલામત નથી લાગતું. એના માટે કોઈ વિશેષ કારણ ન જણાવી શકું. મને નથી લાગતું કે દિલ્હીમાં એવી કોઈ મહિલા હોય જેની છેડતી નહીં થઈ હોય.’

