Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > #NOSTALGIA : ખભેથી ખભો મેળવીને ઉભેલા બન્ને ભાઈઓ છે ૭૦ના દાયકાના અભિનેતાના દીકરા, તમે ઓળખ્યા?

#NOSTALGIA : ખભેથી ખભો મેળવીને ઉભેલા બન્ને ભાઈઓ છે ૭૦ના દાયકાના અભિનેતાના દીકરા, તમે ઓળખ્યા?

Published : 26 April, 2023 04:53 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ બન્ને ભાઈઓ પણ છે અભિનેતા

તસવીર સૌજન્ય : અભિનેતાનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ

તસવીર સૌજન્ય : અભિનેતાનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ


આજકાલ સ્ટાર્સની બાળપણની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. ઘણી વખત ફેન્સ તેમના ફેવરિટ સ્ટાર્સની આ તસવીરો શેર કરે છે. તો ઘણીવાર સ્ટાર્સ તેમના બાળપણ અથવા બાળકોના બાળપણની યાદોને શૅર કરતા જોવા મળે છે. થોડાક સમય પહેલાં સોશ્યલ મીડિયા પર બે ભાઈઓની તસવીર વાયરલ થઈ હતી. આ બ્લેક એન્ડ વાઇટ તસવીર પરથી તો આ અભિનેતા ભાઈઓની ઓળખવું ખુબ મુશ્કેલ છે.


સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરમાં બીજું કોઈ નહીં પણ ૭૦ના દાયકાના અભિનેતા વિનોદ ખન્ના (Vinod Khanna)ના દીકરાઓ અક્ષય ખન્ના (Akshaye Khanna) અને રાહુલ ખન્ના (Rahul Khanna)ની છે. મહિના પહેલા અક્ષય ખન્નાનો જન્મદિવસ હતો ત્યારે ભાઈ રાહુલ ખન્નાએ આ તસવીર શૅર કરી હતી. આ તસવીર જોઈને અંદાજ લગાવી શકાય છે કે બન્ને ભાઈઓ કેટલા બદલાઈ ગયા છે.



અહીં જુઓ વાયરલ તસવીર :


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rahul Khanna (@mrkhanna)


૨૮ માર્ચના રોજ અક્ષય ખન્નાના ૪૮માં જન્મદિવસ પર, તેમના ભાઈ અને અભિનેતા રાહુલ ખન્નાએ બાળપણની તસવીર શૅર કરી હતી. આ તસવીરની સાથે અભિનેતાએ કૅપ્શનમાં લખ્યું કે, "ઓ ભાઈ, બીજો જન્મદિવસ." જોકે, અત્રય ખન્ના તો સોશ્યલ મીડિયાથી દુર જ રહે છે. પરંતુ તેમની તસવીરો ફેન્સથી છુપી નથી.

આ પણ જુઓ – #NOSTALGIA : ઊર્મિલા માતોન્ડકરની આ તસવીરો જોઈ કહેશો... ‘મુજે પ્યાર હુઆ..`

અક્ષય અને રાહુલ બન્ને પીઢ અભિનેતા વિનોદ ખન્નાના પુત્રો છે, જેમનું વર્ષ ૨૦૧૭માં અવસાન થયું હતું.

અક્ષય ખન્ના ‘દિલ ચાહતા હૈ’, ‘તાલ’, ‘બોર્ડર’, ‘રેસ’, ‘36 ચાઇના ટાઉન’, ‘આજા નચલે’, ‘ગાંધી માય ફાધર’, ‘હલચલ’ જેવી ફિલ્મોમાં તેmના પ્રભાવશાળી અભિનયનો પરચો આપી ચુક્યા છે. ઇન્ડસ્ટ્રીમાં સફળ કારકિર્દી હોવા છતાં અક્ષય ખન્નાએ હજુ લગ્ન કર્યા નથી. જો કે, અભિનેતાનું નામ બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ સાથે જોડવામાં આવ્યું હતું, પરંતુ કોઈની સાથે પણ તેનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહોતો.

આ પણ જુઓ – #NOSTALGIA : રવિના ટંડનની આ તસવીરો જોઈ કહેશો…‘તુ ચીજ બડી હે મસ્ત મસ્ત’

ભાઈ રાહુલ ખન્નાના વર્કફ્રન્ટ વિશે વાત કરતી વખતે, દીપા મહેતાની ફિલ્મ ‘૧૯૪૭ અર્થ’થી બોલિવૂડમાં પ્રવેશ કરનાર અભિનેતાને ફિલ્મફેર શ્રેષ્ઠ પુરૂષ ડેબ્યુ એવોર્ડ મળ્યો છે. આ સિવાય તેણે ‘ધ એમ્પરર્સ ક્લબ’, ‘દિલ કબડ્ડી’, ‘લવ આજ કલ’, ‘વેક અપ સિડ’ અને ‘ફાયર ફ્લાઇઝ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

26 April, 2023 04:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK