આ અભિનેત્રી ૯૦ના દશકમાં દર્શકોના દિલો પર કરતા હતા રાજ
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
બોલિવૂડ સેલિબ્રિટીઝના બાળપણના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. આવી જ એક અભિનેત્રીનો બાળપણનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ તસવીરમાં દેખાતી છોકરી ૯૦ના દશકમાં દર્શકોના દિલો પર રાજ કરનાર અભિનેત્રી હતી. એક સમયે તે બિઝનેસ ટાયકૂન રતન ટાટા (Ratan)ને પણ ડેટ કરતા હતા. આ ફોટામાં તમે એક ખૂબ જ સુંદર અભિનેત્રીને જોઈ શકો છો, જેણે વાઇટ ફ્રોક પહેર્યું છે. શું તમે ઓળખો છો આ અભિનેત્રીને?
View this post on Instagram
ADVERTISEMENT
તસવીરમાં વાઇટ ફ્રોકમાં દેખાતી આ ક્યૂટ છોકરીને તમે હજી પણ ન ઓળખ્યા તો જણાવી દઈએ કે, આ છોકરી તેના જમાનાની મશહૂર અભિનેત્રી સિમી ગ્રેવાલ (Simmi Garewal) છે.
સિમી ગ્રેવાલ એક સમયે રતન ટાટાને ડેટ કરતા હતા. બન્ને ઘણા વર્ષોથી એકબીજા સાથે રિલેશનમાં હતા અને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ કેટલાક કારણોસર લગ્ન ન થઈ શક્યા. એકવાર જ્યારે રતન ટાટા સિમીના ટોક શોમાં પહોંચ્યો, ત્યારે તેમણે કહ્યું હતું કે અનેક વાર તેમના લગ્ન થતા-થતા રહી ગયા છે.
આ પણ વાંચો - #NOSTALGIA : ૭૧ વર્ષે ઇન્સ્ટા પર આવનાર ઝીનત અમાનનો તેમના જમાનાનો દબદબો યાદ છે!?
અભિનેત્રી સિમી ગ્રેવાલના અંગત જીવનની વાત કરીએ તો, અભિનેત્રીના પહેલા લગ્ન રવિ મોહન સાથે થયા હતા. એવું કહેવામાં આવે છે કે ત્રણ -મહિનાની લોન્ગ ડિસટન્ટ રિલેશનશિપમાં રહ્યાં પછી તેઓ લગ્ન બંધનમાં બંધાયા હતાં. જોકે, આ લગ્ન થોડા સમયમાં જ તૂટી ગયા હતા. લગ્ન પહેલાં ૧૭ વર્ષની ઉંમરે, સિમી ગ્રેવાલે જામનગરના મહારાજાને ડેટ કર્યું હોવાનું કહેવાય છે. મનસૂર અલી ખાન પટૌદી પણ સિમીના જીવનમાં આવ્યા હતા પરંતુ શર્મિલા ટાગોરને કારણે બન્નેના સંબંધો તૂટી ગયા હતા. આટલા બધા સંબંધો બાદ પણ સિમી અત્યારે એકલવાયું જીવન જીવી રહ્યાં છે.