નોરા ફતેહીને કરીનાનાં દીકરા તૈમુર સાથે લગ્ન કરવા છે
તૈમુર અલી ખાન, નોરા ફતેહી
બૉલીવુડ ડાન્સર નોરા ફતેહીને કરીના કપૂર ખાનનાં દીકરા તૈમુર સાથે લગ્ન કરવા છે. આ વાત તેણે કરીનાનાં ટૉક શો ‘વ્હૉટ વુમન વૉન્ટ’માં કહી હતી. સાથે જ નોરાએ એમ પણ જણાવ્યું કે તે તૈમુર મોટો થાય એની રાહ જોવા તૈયાર છે. તો સામે કરીનાએ તેને જણાવ્યું કે તે અને સૈફ અલી ખાન તેનાં ડાન્સ મુવ્સનાં ફેન છે. તૈમુર વિશે નોરાએ કહ્યું હતું કે ‘હું આશા રાખુ છું કે તૈમુર જલ્દી જ મોટો થઈ જાય, હું મારા અને તૈમુર સાથેની સગાઇ વિશે વિચારી શકુ છું.’
તો એનાં પર પ્રતિક્રિયા આપતાં કરીનાએ કહ્યું હતું કે ‘અચ્છા, તે તો હંમણાં ચાર વર્ષનો છે. તેને મોટો થવામાં હજી સમય લાગશે.’
ADVERTISEMENT
તો તરત જવાબ આપતા નોરાએ પણ કહ્યું હતું કે ‘હમમમ ઠીક છે, હું વાટ જોઈશ.’

