અનેક માધ્યમ, પ્લૅટફૉર્મ, પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓ લોકોમાં ભ્રમ નિર્માણ કરવા અને તેમના સામાનને ખરીદવા માટે લલચાવવા તેમનાં નામ, અવાજ, ઇમેજ, કૅરિકેચર ઇમેજ અને આર્ટિસ્ટિક ઇમેજનો ઉપયોગ કરે છે
રજનીકાન્ત
રજનીકાન્તના નામ, ઇમેજ અને વૉઇસનો કમર્શિયલી ઉપયોગ કરનારાઓને તેમણે પબ્લિક નોટિસ આપી છે. હવે તેમની મંજૂરી વગર તેમના નામ, તેમની છબી કે પછી તેમના અવાજનો ઉપયોગ નહીં કરી શકાય. અધિકારોના ઉલ્લંઘન વિશે તેમણે એક સાર્વજનિક નોટિસ બહાર પાડી છે. સાથે જ તેમણે કાયદાકીય પગલાં લેવાની પણ ચેતવણી આપી છે. તેમના વકીલ એસ. એલમભારતીએ એક નોટિસ જાહેર કરી છે. એમાં લખવામાં આવ્યું છે કે ‘ઍક્ટરની પર્સનાલિટી, જેમાં તેમનો અવાજ, ઇમેજ, નામ અને અન્ય વસ્તુઓ પણ સામેલ છે એનો ઉપયોગ કરતાં જો કોઈ મળી આવશે તો તેમની વિરુદ્ધ અપરાધિક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : Viral Video: કિઆનુ રીવ્ઝના આવા વિચિત્ર વીડિયો જોઈને ફેન્સ થયા નારાજ
ADVERTISEMENT
માત્ર રજનીકાન્તને જ પોતાની મરજી મુજબ કમર્શિયલી એનો ઉપયોગ કરવાનો અધિકાર છે. અનેક માધ્યમ, પ્લૅટફૉર્મ, પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓ લોકોમાં ભ્રમ નિર્માણ કરવા અને તેમના સામાનને ખરીદવા માટે લલચાવવા તેમનાં નામ, અવાજ, ઇમેજ, કૅરિકેચર ઇમેજ અને આર્ટિસ્ટિક ઇમેજનો ઉપયોગ કરે છે. એક કલાકાર, એક વ્યક્તિના રૂપમાં તેમણે દેશવિદેશમાં ‘સુપરસ્ટાર’નો ખિતાબ મેળવ્યો છે. તેમની પ્રતિષ્ઠા અથવા તેમના વ્યક્તિગત જીવનને કોઈ પણ પ્રકારની હાનિ તેમના માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે.’