ફિલ્મોમાં પ્રેમ ચોપડાએ રિયલ નામથી સફળતા મેળવી છે: અનુપમ ખેર
પ્રેમ ચોપડા અને અનુપમ ખેર
અનુપમ ખેરનું કહેવું છે કે પ્રેમ ચોપડાએ પોતાના રિયલ નામનો ઉપયોગ ફિલ્મોમાં કરીને ખૂબ સફળતા મેળવી છે. તાજેતરમાં તેમની સાથે થયેલી ચર્ચાની વિડિયો-ક્લિપ અનુપમ ખેરે સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. અનુપમ ખેર અને પ્રેમ ચોપડા એક ફિલ્મમાં પણ જોવા મળવાના છે. ફિલ્મનું નામ હજી સુધી રાખવામાં નથી આવ્યું. આ વિડિયો-ક્લિપમાં પ્રેમ ચોપડા પોતાના ફિલ્મી અંદાજમાં જ પોતાનું નામ લે છે. આ ક્લિપને ટ્વિટર પર શૅર કરીને અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું, ‘પ્રેમ નામ હૈ મેરા... પ્રેમ ચોપડા... દોસ્તો!! મને નથી લાગતું કે દુનિયામાં કોઈ પણ ઍક્ટરે પોતાનું અસલી નામનો ફિલ્મી પડદા પર ઉપયોગ કરીને આટલી સફળતા મેળવી હોય. ૪૫ વર્ષ બાદ પણ આ ડાયલૉગ એટલો જ સચોટ લાગે છે. સૌ જોરથી બોલો, પ્રેમ ચોપડા કી જય હો.’

