મનોજ બાજપાઈએ શબાના રઝા સાથે લગ્ન કર્યાં હતાં.
નોજ બાજપાઈ
મનોજ બાજપાઈનું કહેવું છે કે તેની પત્ની અને તેના ધર્મને લઈને કોઈ કંઈ પૂછવાનું હિમ્મત નથી કરતું. મનોજ બાજપાઈએ શબાના રઝા સાથે લગ્ન કર્યાં હતાં. તે પોતે હિન્દુ છે અને તેની પત્ની મુસ્લિમ છે જેની સાથે તેણે ૨૦૦૬માં લગ્ન કર્યાં હતાં. અન્ય ધર્મમાં લગ્ન કરવા વિશે ઘરનાએ વાંધો ઉઠાવ્યો હતો કે નહીં એ વિશે પૂછતાં મનોજ બાજપાઈએ કહ્યું કે ‘જો કોઈને વાંધો હોય તો પણ મને નહોતું કહેવામાં આવ્યું. હું બ્રાહ્મણ ફૅમિલીમાંથી છું અને તે પણ એક સારી ફૅમિલીમાંથી છે. જોકે નવાઈની વાત એ છે કે કોઈએ એનો વાંધો નહોતો ઉઠાવ્યો. આજ સુધી કોઈએ કંઈ કમેન્ટ નથી કરી. તેને મુસ્લિમ હોવા પર ગર્વ છે અને મને હિન્દુ હોવા પર ગર્વ છે, પરંતુ અમારી વચ્ચે ક્યારેય ટકરાર નથી થઈ. અમે ધાર્મિક હોવા કરતાં વધુ આધ્યાત્મિક છીએ. તેમણે કદાચ મારી પત્નીના ધર્મ વિશે વાત કરી હોય તો પણ તેમનામાં હિમ્મત નથી કે તેઓ મારી સામે આવીને મારા મોઢા પર મને કહે. તેમને ખબર છે કે હું તેમને સરખો જવાબ આપીશ.’