ક્રિતી સૅનન, માનુષી છિલ્લર અને શ્રદ્ધા કપૂરની એન્ટ્રી થવાની શક્યતાઓ વધુ છે
માનુષી છિલ્લર , કૃતિ સેનન , શ્રદ્ધા કપૂર
૨૦૦૫માં આવેલી ‘નો એન્ટ્રી’ની સીક્વલની ઘણા સમયથી ચર્ચા ચાલુ છે. હવે જાણવા મળ્યું છે કે ‘નો એન્ટ્રી 2’માં દસ ઍક્ટ્રેસિસ જોવા મળવાની છે. એમાં ક્રિતી સૅનન, શ્રદ્ધા કપૂર અને માનુષી છિલ્લર જોવા મળે એવી શક્યતા છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર, વરુણ ધવન અને દિલજિત દોસંજનાં નામ ફાઇનલ થયાં છે. આ ફિલ્મને અનીસ બઝ્મી ડિરેક્ટ કરશે. ઍક્ટ્રેસિસ વિશે બોની કપૂર કહે છે, ‘ઍક્ટ્રેસિસ નવી રહેશે. ફિલ્મની આખી કાસ્ટ બદલવામાં આવી છે. આ ફિલ્મમાં ૧૦ ઍક્ટ્રેસિસ જોવા મળશે. ઍક્ટ્રેસિસને હજી સુધી ફાઇનલ નથી કરવામાં આવી.’

