Nitesh Tiwari Ramayan:
સની દેઓલ અને ફિલ્મ ‘રામાયણ’નાં દૃશ્યો (તસવીર: મિડ-ડે)
ફિલ્મ મેકર નિતેશ તિવારી હાલમાં તેમની મહત્વાકાંક્ષી બે ભાગની ફિલ્મ `રામાયણ’ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અનેક સ્ટાર કલાકારો સાથે જોડાયા હોવાનું જણાય છે. રણબીર કપૂર અને સાઈ પલ્લવી રામ અને સીતાની મુખ્ય ભૂમિકા મળવાના છે, તેવી જાહેરાત થઈ હતી. આ સાથે હવે નિતેશ તિવારીની રામાયણમાં હનુમાનનું પાત્ર ભજવનાર ઍક્ટર કોણ હશે તેની હિંટ મળી ગઈ છે.
રણબીર કપૂર સાથે રામાયણમાં સની દેઓલ ભગવાન હનુમાનનું પાત્ર ભજવવા માટે તૈયાર હોવાનું કહેવાય છે. જોકે તેમની ભૂમિકા અંગે સત્તાવાર જાહેરાત હજી સુધી થઈ નથી, પરંતુ અભિનેતા મેગા-બજેટ ફિલ્મ વિશે વાત કરવાથી દૂર રહ્યા નથી. સની દેઓલે હવે આ ફિલ્મમાં આદરણીય પાત્ર ભજવવા અંગે ખુલાસો કર્યો છે. ભગવાન હનુમાનનું પાત્ર ભજવવાના પડકારો વિશે વાત કરતા સની દેઓલે એ કહ્યું, "હું અભિનેતા છું અને મારો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છું. હનુમાનજીનું પાત્ર ભજવવું એક રીતે મુશ્કેલ બનશે, કારણ કે કોઈ પણ ખોટું કરવા માગતું નથી."
ADVERTISEMENT
સનીએ આ ભૂમિકા માટે પોતાનો ઉત્સાહ પણ શૅર કર્યો અને ફિલ્મમાં ઉપયોગમાં લેવાતી અદ્યતન ટૅકનોલૉજીની પ્રશંસા કરી, "એક અભિનેતાનું કામ પાત્ર ભજવવાનું અને ઉત્સાહિત થવાનું છે. એક અભિનેતા તરીકે, તમારે દિગ્દર્શક પર વિશ્વાસ કરવો પડશે. ટૅકનોલૉજી હવે એટલી સારી બની ગઈ છે કે તે તમને વિશ્વાસ અપાવે છે. મને યાદ છે કે સુપરમૅન દ્વારા મને આશ્ચર્ય થયું હતું. હવે, ભારતમાં ટૅકનોલૉજી વધુ સારી થઈ રહી છે. `ચલ જાયેગા` વલણ ઓછું થયું છે અને આપણે બધા સંપૂર્ણતા માટે લક્ષ્ય રાખીએ છીએ."
સનીએ DNEG ના નમિત મલ્હોત્રાને પણ શ્રેય આપ્યો, જે ફિલ્મ માટે સ્પેશિયલ ઇફેક્ટ્સ સંભાળી રહ્યા છે. "હું રામાયણ માટે ખૂબ જ ઉત્સાહિત છું, કારણ કે નમિત મલ્હોત્રા, DNEG તે કરી રહ્યો છે, અને તે હાલમાં સમગ્ર વિશ્વમાં સ્પેશિયલ ઇફેક્ટ્સ કંપનીઓનું નેતૃત્વ કરી રહ્યો છે. તે ખૂબ સારું કામ કરી રહ્યો છે અને રામાયણ બનાવવા માટે યોગ્ય વ્યક્તિ છે. તે તેને વિશ્વાસપાત્ર બનાવવા માગે છે કારણ કે તે ખરેખર વાર્તામાં વિશ્વાસ રાખે છે. હું તેને વર્ષોથી ઓળખું છું, અને મને લાગે છે કે તેની પાસે આવું કરવા માટે યોગ્ય ફિલ્મ છે," સનીએ ઉમેર્યું.
આ છે સની દેઓલના અન્ય પ્રોજેક્ટ્સ
‘ગદર 2’ ફિલ્મથી બૉક્સ ઑફિસ રેકોર્ડ તોડનાર આ અભિનેતા પાસે અનેક પ્રોજેક્ટ્સ છે. તે આગામી દક્ષિણના ફિલ્મ નિર્માતા ગોપીચંદ માલિનેની દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘જાટ’માં જોવા મળશે. આ ઍક્શનથી ભરપૂર ડ્રામા ફિલ્મમાં સની જોરદાર ઍક્શન સીન કરતો જોવા મળશે. જાટ પછી, અભિનેતા રાજકુમાર સંતોષી દ્વારા દિગ્દર્શિત અને આમિર ખાન દ્વારા નિર્મિત ફિલ્મ ‘લાહોર: 1947’માં પ્રીતિ ઝિન્ટા સાથે સ્ક્રીન શૅર કરતો જોવા મળશે.

