પ્રિયંકા પાસે ઑટોગ્રાફ માગી રહ્યો છે નિક
નિક જોનસ
નિક જોનસ તેની વાઇફ પ્રિયંકા ચોપડા જોનસ પાસે ઑટોગ્રાફ માગી રહ્યો છે. પ્રિયંકાએ એક ફોટો શૅર કર્યો છે. ફોટોમાં નિકના હાથમાં પ્રિયંકાની ઑટોબાયોગ્રાફી ‘અનફિનિશ્ડ’ છે. નિક તેને કહી રહ્યો છે કે શું તું મારા માટે આના પર ઑટોગ્રાફ આપીશ? સાથે જ લોકોને પણ બુકની કૉપી લેવાની વાત કહી રહ્યો છે. આ ફોટોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘હા હા હા બાબુ! આઇ લવ યુ ઍન્ડ યસ યસ યસ નિક જોનસ.’

