ડોલ્ફિનને ભેટતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિદ્યુતે કૅપ્શન આપી હતી, ‘આ મારો એકદમ પર્ફેક્ટ દિવસ છે.’
ડોલ્ફિનવાલા લવ
ડોલ્ફિનવાલા લવ
વિદ્યુત જામવાલ હાલમાં ડોલ્ફિન સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો હતો. બૉલીવુડ બાદ તે હવે હૉલીવુડમાં છલાંગ મારી રહ્યો છે. જોકે હાલમાં તો તે ‘ખુદા હાફિઝ 2’ની સ્ક્રિપ્ટ રીડિંગ-સેશન કરી રહ્યો છે. ડોલ્ફિનને ભેટતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિદ્યુતે કૅપ્શન આપી હતી, ‘આ મારો એકદમ પર્ફેક્ટ દિવસ છે.’
ADVERTISEMENT
હૉટ હુમા
હુમા કુરેશીએ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે. તેની ‘મહારાની’ની ઘણી ચર્ચા ચાલી રહી છે, જેમાં તે સાડી પહેરેલી જોવા મળી રહી છે. જોકે ઇન્સ્ટાગ્રામ પર તે સ્વિમશૂટમાં જોવા મળી રહી છે. તેણે સ્વિમશૂટ માટે ફોટો-શૂટ કર્યું હતું.
લગ્નજીવનને બચાવવાના મેં ખૂબ પ્રયાસ કર્યા હતા : કીર્તિ કુલ્હારી
કીર્તિ કુલ્હારીએ જણાવ્યું છે કે તેણે પોતાના લગ્નજીવનને બચાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતાં. આમ છતાં તેને સફળતા ન મળી. તેણે સાહિલ સહગલ સાથે ૨૦૧૬માં લગ્ન કર્યાં હતાં. હસબન્ડથી અલગ થવાની માહિતી તેણે ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. એ વિશે વધુ જણાવતાં કીર્તિએ કહ્યું હતું કે ‘મેં ખૂબ પ્રયત્નો કર્યા હતા. હું મારા તરફથી બધા પ્રયાસો કરવા માગતી હતી. જોકે બધું નિષ્ફળ જતાં મેં આખરે આશા છોડી દીધી હતી. હું લાઇફમાં ઘણુંબધું શીખી છું અને એનું શ્રેય સાહિલને જાય છે. હું આજે જે કંઈ પણ છું એના માટે તે જવાબદાર છે. સાથે ન રહેવાનું સીધું-સરળ કારણ એ હતું કે મને લાઇફમાં જોઈએ એવી શાંતિ અને ખુશી નહોતી મળી રહી.’
સ્ક્રિપ્ટ્સ સારી હોય તો ગે રોલ કરવામાં મને વાંધો નથી : પારસ છાબરા
પારસ છાબરાનું કહેવું છે કે જો સ્ક્રિપ્ટ સારી હશે તો હું ગે રોલ પણ કરી શકું છું. પારસ ‘બિગ બૉસ’ની ૧૩મી સીઝનમાં જોવા મળ્યો હતો. વિશ્વમાં LGBTQIA+કમ્યુનિટી (લેસ્બિયન, ગે, બાઇસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વિયર ઍન્ડ ક્વેશશ્ચનિંગ, ઇન્ટરસેક્સ અને એસેક્યુઅલ)ને મળેલી સિદ્ધિ નિમિત્તે જૂનને પ્રાઇડ મન્થ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. ગે રોલ વિશે પારસે કહ્યું હતું કે ‘એ પૂરી રીતે સ્ક્રિપ્ટ પર આધાર રાખે છે. જો મને સ્ક્રિપ્ટ પસંદ પડશે, તો મને એ રોલ કરવામાં કોઈ વાંધો નથી. આપણે એ સમાજ પ્રત્યે સંવેદના દેખાડવી જોઈએ. તેઓ આપણો જ એક ભાગ છે એથી તેમને અળગા ન સમજવા જોઈએ. આપણે બધા માનવજાત છીએ.’
બૅક ટુ બિઝનેસ
તાપસી પન્નુ રશિયાથી પાછી ફરી છે અને વર્ક મોડમાં આવી ગઈ છે. તે રશિયા તેની બહેન સાથે ગઈ હતી. ત્યાંના ફોટો તે સતત સોશ્યલ મીડિયામાં શૅર કરતી હતી. તેણે હવે ‘હસીન દિલરુબા’ને પ્રમોટ કરવાનું કામ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં તેની સાથે વિક્રાન્ત મેસી અને હર્ષવર્ધન રાણે પણ જોવા મળશે. આ ફિલ્મ બીજી જુલાઈએ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી, ‘બેક ટુ બિઝનેસ. ચાલો કામ કરીએ. ‘હસીન દિલરુબા’ બીજી જુલાઈએ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.’
‘બિસ્ટ’ માટે ડાન્સ-રિહર્સલ શરૂ કર્યું પૂજા હેગડેએ
પૂજા હેગડેએ ‘બિસ્ટ’ માટે ડાન્સ-રિહર્સલ શરૂ કર્યું છે. આ વિજય થલપતિની તામિલ ફિલ્મ છે. જુલાઈમાં આ ફિલ્મના ગીતનું શૂટિંગ ચેન્નઈમાં શરૂ થશે. હાલમાં તો પૂજા એની તૈયારી કરી રહી છે. આ ગીતનું શૂટિંગ ૬ દિવસ કરવામાં આવશે. પૂજા પાસે પ્રભાસ સાથેની ‘રાધે શ્યામ’ પણ છે. ડાન્સ-રિહર્સલનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને પૂજાએ કૅપ્શન આપી હતી, ‘બિસ્ટ’નું ડાન્સ-રિહર્સલ શરૂ થઈ ગયું છે.’

