તેમણે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર તેમનાં લગ્નના ફોટો શૅર કર્યા છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ક્રીતિ ખરબંદા અને પુલકિત સમ્રાટે દિલ્હી-એનસીઆરમાં શુક્રવારે રાતે લગ્ન કર્યાં હતાં. તેમણે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર તેમનાં લગ્નના ફોટો શૅર કર્યા છે. તેઓ ‘પાગલપંતી’ના સેટ પર મળ્યાં હતાં. ત્યાંથી દોસ્તી પ્રેમમાં પરિણમી હતી. તેઓ હંમેશાં સાથે ડિનર-ડેટ અને વેકેશન માણતાં જોવા મળે છે. તેમણે વૅલેન્ટાઇન્સ-ડે પર કરેલી પોસ્ટ અને એની કૅપ્શન પરથી તેઓ જલદી લગ્ન કરી રહ્યાં છે એની જાણ થઈ હતી. જોકે પુલકિતનાં આ પહેલાં લગ્ન નથી. તેણે અગાઉ સલમાન ખાનની રાખી-બહેન શ્વેતા રોહિરા સાથે ૨૦૧૪માં લગ્ન કર્યાં હતાં અને ૧૧ મહિનામાં જ ડિવૉર્સ પણ લીધા હતા.