આ વર્ષના અંત સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે.
શાહ રૂખ ખાન
શાહરુખ ખાનની ‘પઠાન’એ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી દીધી હતી. યશરાજ ફિલ્મ્સની આ સ્પાય ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી હતી. હવે એની સીક્વલને ડિરેક્ટ કરવા માટે નવા ડિરેક્ટરની શોધ આદિત્ય ચોપડાએ શરૂ કરી દીધી છે. તે નથી ચાહતો કે ફ્રૅન્ચાઇઝીમાં એક જ ડિરેક્ટરને વારંવાર લેવામાં આવે. આદિત્ય ચોપડાની ઇચ્છા છે કે વિવિધ ફિલ્મમેકર્સ સ્પાય યુનિવર્સની ફિલ્મનાં કૅરૅક્ટર્સમાં કાંઈક નવાપણું લઈને આવે. એથી સીક્વલ માટે કોઈ ડિરેક્ટરને તે રિપીટ નથી કરવા માગતો. એનું ઉદાહરણ ‘ટાઇગર’ અને ‘વૉર’ની સીક્વલ છે. ૨૦૧૨માં આવેલી ‘એક થા ટાઇગર’ને કબીર ખાને ડિરેક્ટ કરી હતી. એની ૨૦૧૭માં આવેલી સીક્વલ ‘ટાઇગર ઝિન્દા હૈ’ને અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરી હતી અને ૨૦૨૩માં આવેલી ‘ટાઇગર 3’ને મનીષ શર્માએ ડિરેક્ટ કરી હતી. ‘વૉર’ને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી હતી. હવે એની સીક્વલને આયાન મુખરજી ડિરેક્ટ કરશે. આ જ નિયમ તેણે ‘પઠાન 2’ માટે પણ જાળવી રાખ્યો છે. એના માટે હજી સુધી કોઈ ડિરેક્ટર ફાઇનલ નથી કરવામાં આવ્યો. આ વર્ષના અંત સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે.