OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સે પાંચમી ડિસેમ્બરે વૉર્નર બ્રધર્સ ડિસ્કવરી સાથે ઐતિહાસિક ડીલ કરી છે.
નેટફ્લિક્સ, વૉર્નર બ્રધર્સ ડિસ્કવરી
OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સે પાંચમી ડિસેમ્બરે વૉર્નર બ્રધર્સ ડિસ્કવરી સાથે ઐતિહાસિક ડીલ કરી છે. આ ડીલમાં નેટફ્લિક્સે વૉર્નર બ્રધર્સના ફિલ્મ, ટીવી-સ્ટુડિયો અને સ્ટ્રીમિંગ વિભાગને લગભગ ૭.૪૩ લાખ કરોડ રૂપિયામાં ખરીદી લીધા છે. આને ઇન્ડસ્ટ્રીનું સૌથી મોટું મર્જર માનવામાં આવી રહ્યું છે. આ ડીલમાં વૉર્નર બ્રધર્સના પ્રખ્યાત શો હૅરી પૉટર, ગેમ્સ ઑફ થ્રોન્સ, DC કૉમિક્સ, બૅટમૅન અને સુપરમૅન જેવી સુપરહીરો ફ્રૅન્ચાઇઝી અને HBOના શોનો સમાવેશ થાય છે. આ ડીલથી નેટફ્લિક્સની લાઇબ્રેરીમાં હૉલીવુડની ક્લાસિક ફિલ્મો, ઍનિમેટેડ કન્ટેન્ટ અને વિડિયો-ગેમ્સ પણ જોડાશે. આ મર્જરથી નેટફ્લિક્સના ૨.૭ બિલ્યનથી વધુ સબસ્ક્રાઇબર્સને એક જ પ્લૅટફૉર્મ પર વિવિધતા મળશે. જોકે આથી કન્ટેન્ટની પસંદગી વધશે, પણ સાથે-સાથે સબસ્ક્રિપ્શન-રેટમાં વધારો થવાની સંભાવના છે.


