નેહા ધુપિયાની દીકરી થઈ દોઢ વર્ષની: અભિનેત્રીએ શેર કરી ક્યૂટ તસવીરો
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
અંગદ બેદી અને નેહા ધુપિયાની દીકરી મહેર ધુપિયા બોલીવુડના સ્ટાર કિડ્સમાં જાણીતો ક્યૂટ ચહેરો છે. તેની સુંદર તસવીરો જોઈને ફેન્સ હંમેશા ખુશખુશાલ થઈ જાય છે. તાજેતરમાં જ નેહા ધુપિયાની દીકરીએ દોઢ વર્ષ પુરા કર્યા છે અને અભિનેત્રીએ તેની તસવીરોની સિરિઝ પોસ્ટ કરી છે. જે અચુક જોવા જેવી છે.
નેહા ધુપિયાએ પોસ્ટ કરેલી તસવીરોમાં મહેર બારીની બહાર જોઈ રહી છે અને કેમેરા સામે તેની પીઠ છે. નેહાએ કેપ્શનમાં લખ્યું છે કે, અને અમારી દીકરી દોઢ વર્ષની થઈ ગઈ.
ADVERTISEMENT
View this post on Instagram... and just like that our baby girl is 1 1/2 years old ... ❤️ @mehrdhupiabedi ?
ફક્ત નેહાએ જ નહીં અંગદ બેદીએ પણ દીકરી દોઢ વર્ષની થઈ તે અવસરે ક્યૂટ તસવીરો શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે, મહેર મારા અને નેહાના દિલનો તુકડો છે.
નેહા અને અંગદે મે 2018માં દિલ્હીની એક ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા અને નેહાએ 18 નવેમ્બર 2018ના રોજ દીકરી મહેરને જન્મ આપ્યો હતો. ત્યારથી બન્ને જણા હંમેશા દીકરીની તસવીરો સોશ્યલ મિડિયા પર શેર કરતા હોય છે.
થોડાક દિવસ પહેલા નેહાએ દીકરી સાથે રંગોથી રમતી તસવીરો શેર કરી હતી અને કેપ્શન આપ્યું હતું કે, પીસ ઓફ (હા)આર્ટ.
નેહા લૉકડાઉન દરમ્યાન પણ દીકરીની તસવીરો સતત સોશ્યલ મિડિયા પર શેર કરતી રહે છે. તેના ફોટો જોઈને ફેન્સ હંમેશા સુપર ક્યૂટ છે મહેર તેવી કમેન્ટો કરતા હોય છે.

