સુચિત્રા ક્રિષ્નમૂર્તિને વળતો જવાબ આપ્યો નેહા ધુપિયાએ
નેહા ધુપિચા
કરણ જોહરની બેસ્ટી હોવાથી તેને વિવિધ શો મળી રહ્યા છે એવી સુચિત્રા ક્રિષ્નમૂર્તિની કમેન્ટનો વળતો જવાબ આપ્યો છે નેહા ધુપિયાએ. નેહા ફિલ્મોમાં ખૂબ જ ઓછી જોવા મળે છે, પરંતુ તે ઘણા શોમાં જજ તરીકે દેખાય છે. તેમ જ તેનો ઑડિયો ચૅટ-શો પણ ચાલે છે. આથી સુચિત્રાએ કહ્યું હતું કે બૉલીવુડમાં નેપોટિઝમ કરતાં પણ ચમચાગીરી ખૂબ જ ખતરનાક છે અને એનું ઉત્તમ ઉદાહરણ નેહા ધુપિયા છે. આનો જવાબ આપતાં નેહાએ ટ્વીટ કર્યું હતું કે ‘ડિયર મૅમ, અત્યાર સુધી મેં વાંચેલી તમામ બાબતોમાં આ ખૂબ જ અપમાનજનક છે. વર્ષોની અમારી ફ્રેન્ડશિપ વિશે તમને કંઈ નથી ખબર અને એમ છતાં તમે બોલો છો એ યોગ્ય નથી. એક દીકરી, એક પત્ની અને એક મમ્મી તરીકે મને ગર્વ છે કે હું પોતાના દમ પર ઊભી છું. જે પણ મહિલા આ વાતને ઓળખી અને સમજી શકે છે તેમની હું ખૂબ જ ઇજ્જત કરું છું. એક સ્ટ્રૉન્ગ મહિલા જ સ્ટ્રૉન્ગ મહિલાને સપોર્ટ કરી શકે છે.’

