સવારના જૉગિંગ બાદ ડરની સાથે ફ્રીડમ મહેસૂસ કરી રહી છે નેહા ધુપિયા
નેહા ધુપિયાનું કહેવું છે કે સવારના જૉગિંગ દરમ્યાન ફ્રીડમને મહેસૂસ કરવાની સાથે મને ડર પણ લાગી રહ્યો હતો. મુંબઈમાં હજી પણ કોરોના વાઇરસના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે. બે મહિનાના લૉકડાઉન બાદ મુંબઈમાં થોડીઘણી છૂટછાટ આપવામાં આવી છે. જોકે લોકો હજી પણ આ વાઇરસને સિરિયસલી નથી લઈ રહ્યા.
ADVERTISEMENT
૮૦ દિવસ બાદ જૉગિંગ કરવા ગયેલી નેહા ધુપિયાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કૅપ્શન આપી છે, ‘૮૦ દિવસ બાદ જૉગિંગ માટે ગઈ હતી. ફ્રીડમની સાથે ડર પણ લાગી રહ્યો હતો. ફ્રીડમ એટલા માટે કે હું આઉટડોર ગઈ હતી અને ક્લીન ઍર લઈ રહી હતી. ફ્રીડમ એટલા માટે કે મારું ફેવરિટ મ્યુઝિક ચાલી રહ્યું હતું. ફ્રીડમ એટલા માટે કે મારા પગ થાકી ગયા બાદ ફરી મારા ઘર તરફ મને લઈ જઈ રહ્યા હતા. ફ્રીડમ એટલા માટે કે મેં માસ્ક પહેર્યો હતો અને લોકોથી ડિસ્ટન્સ પણ રાખી રહી હતી. ઘણા સમય બાદ મેં સવારનું જૉગિંગ કર્યું અને મારા ફેવરિટ ભાજીવાળા અને ફ્રૂટવાળાને દૂરથી હાથ હલાવીને હાય કરતાં મારા ચહેરા પર સ્માઇલ આવી ગઈ હતી. ડર એટલા માટે લાગી રહ્યો છે કે ઘણા લોકો માસ્ક નથી પહેરી રહ્યા. મેં ઘણાને દૂરથી માસ્ક પહેરવા માટે પણ કહ્યું હતું. ડર એટલા માટે પણ લાગી રહ્યો હતો કે મુંબઈમાં પહેલાં જેવું સ્પિરિટ મને મિસિંગ લાગ્યું હતું. મને પહેલાં જેટલું મુંબઈ સેફ લાગતું હતું એ નહોતું લાગ્યું અને આ નૉર્મલ થશે કે નહીં એનો પણ મને ડર લાગતો હતો.’

